Seven dead in Audi car crash

Seven dead in Audi car crash: થાંભલા સાથે ટકરાયેલી ઓડી કારનો ભયાનક અકસ્માત, ધારાસભ્યના પુત્ર-પુત્રવધુ સહિત સાતના મોત

Seven dead in Audi car crash: ઓડી કારની ઝડપ એટલી હતી કે, થાંભલા સાથે અથડાયા બાદ તેના ચીંથરા ઉડી ગયા હતા. જેમાં ધારાસભ્યના પુત્ર કરૂણા સાગર તેમજ પુત્રવધુ બિંદુના મોત થયા હતા

કર્ણાટક, 31 ઓગષ્ટઃ Seven dead in Audi car crash: કર્ણાટકના બેંગ્લોર શહેરમાં થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં તામિલનાડુના ધારાસભ્ય વાઈ પ્રકાશના પુત્ર અને પુત્રવધુ સહિત સાત લોકોના મોત થયા છે.

બેંગ્લોર નજીક કોરમંગલા પાસે એક ઓડી થાંભલા સાથે ટકરાઈ હતી. ઓડી કારની ઝડપ એટલી હતી કે, થાંભલા સાથે અથડાયા બાદ તેના ચીંથરા ઉડી ગયા હતા. જેમાં ધારાસભ્યના પુત્ર કરૂણા સાગર તેમજ પુત્રવધુ બિંદુના મોત થયા હતા.

આ પણ વાંચોઃ tokyo paralympics: ટોક્યો પેરાલિમ્પિકના 7માં દિવસે આજે ભારતને ફાળે 3 મેડલ- વાંચો વિગત

સોમવારે મધરાતે બે વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. ઓડીમાં કુલ સાત લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેમાં ચાર પુરૂષ અને ત્રણ મહિલાઓનો સમાવેશ થતો હતો. અકસ્માત એટલો ભયાવહ હતો કે 6 લોકોના સ્થળ પર જ મોત થયા હતા અને અન્ય એક વ્યક્તિએ હોસ્પિટલ ખસેડાતી વખતે રસ્તામાં જીવ ગુમાવ્યો હતો.

હાલમાં મોતને ભેટેલા જેટલા લોકોની ઓળખ થઈ છે તેમના પરિવારજનોને સૂચના અપાઈ છે.

આ પણ વાંચોઃ Raj kundra pornography case: નવો ખુલાસો- પૂર્વ મિસ ઈન્ડિયા યુનિવર્સનો આરોપ, મુંબઈમાં મને કોલ્ડ ડ્રિન્કમાં નશીલી દવા પીવડાવી પોર્ન વિડિયો બનાવ્યો

Whatsapp Join Banner Guj