Manoj Agrawal

Ganesh mahotsav guidelines: પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જાહેર કરવામાં આવ્યું ગણપતી મહોત્સવ-૨૦૨૧ નિમિત્તે જાહેરનામું

Ganesh mahotsav guidelines: આ સ્થાપના કરેલ ગણપતિજીની મુર્તીઓને તા.૦૯/૦૯/૨૦૨૧થી તા.૧૯/૦૯/૨૦૨૧ના સુધી મુર્તીઓનું પુજન અર્ચન બાદ મૂર્તીઓને પાણીમાં વિસર્જીત કરી ગણેશ ઉત્સવનું સમાપન કરવામાં આવનાર છે

રાજકોટ, 31 ઓગસ્ટ: Ganesh mahotsav guidelines: આ વર્ષે કોવીડ-૧૯ની ગાઇડ લાઇન મુજબ ગણેશ મહોત્સવ-૨૦૨૧ નિમીતે રાજકોટ શહેરમાં જુદા જુદા મહારાષ્ટ્રીયન મંડળો તથા જુદા જુદા સંગઠન તરફથી જુદા જુદા લતાઓમાં તેમજ મહોલ્લાઓમાં અને લોકો પોતાના ધરમાં દુકાનોમાં અને સંસ્થાઓમાં પણ ભગવાન શ્રી ગણેશજીની મુર્તીઓની સ્થાપના કરે છે. અને આ સ્થાપના કરેલ ગણપતિજીની મુર્તીઓને તા.૦૯/૦૯/૨૦૨૧થી તા.૧૯/૦૯/૨૦૨૧ના સુધી મુર્તીઓનું પુજન અર્ચન બાદ મૂર્તીઓને પાણીમાં વિસર્જીત કરી ગણેશ ઉત્સવનું સમાપન કરવામાં આવનાર છે.

આ પણ વાંચોઃ Seven dead in Audi car crash: થાંભલા સાથે ટકરાયેલી ઓડી કારનો ભયાનક અકસ્માત, ધારાસભ્યના પુત્ર-પુત્રવધુ સહિત સાતના મોત

જેને અનુલક્ષીને ફોજદારી કાર્યરીતી અધિનીયમની કલમ ૧૪૪ નીચે મનોજ અગ્રવાલ પોલીસ કમિશ્નર, રાજકોટ શહેરે એક જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે. જે મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં સાર્વજનિક ગણેશ મહોત્સવમાં ૪ ફૂટની જયારે ઘરમાં મહતમ બે ફૂટની ગણેશની મૂર્તિનું સ્થાપન કરી શકાશે. પુજા આરતી તેમજ પ્રસાદનું વિતરણ કરી શકાશે પરંતુ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં.

આ પણ વાંચોઃ tokyo paralympics: ટોક્યો પેરાલિમ્પિકના 7માં દિવસે આજે ભારતને ફાળે 3 મેડલ- વાંચો વિગત

ગણેશ મુર્તિ સ્થાપન તેમજ વિસર્જન માટે મહત્તમ ૧૫ વ્યક્તિઓ એકજ વાહનમાં મારફત કરી શકશે. ઘર પર સ્થાપન કરવામાં આવેલ ગણેશ નું વિસર્જન ઘર પર જ કરવમાં આવે તે હિતાવહ રહેશે. સાર્વજનિક ગણેશ સ્થાપનનું વિસર્જન સ્થાનિક સત્તામંડળ દ્વારા તૈયાર કરેલ કુત્રિમ વિસર્જન કુંડમાં વિસર્જન કરવાનું રહેશે. આ પધ્ધતિ સિવાયની કોઇ પણ પધ્ધતિથી મૂર્તિ વિસર્જન થઇ શકશે નહી. અન્યથા આ જાહેરનામાનો ભંગ ગુનો બનશે.

Whatsapp Join Banner Guj