tokyo paralympics 1

tokyo paralympics: ટોક્યો પેરાલિમ્પિકના 7માં દિવસે આજે ભારતને ફાળે 3 મેડલ- વાંચો વિગત

tokyo paralympics: પુરુષોના લોંગ જમ્પમાં T-63 સ્પર્ધામાં મરિયપ્પન થંગવેલુ અને શરદ કુમારે મેડલ જીત્યા છે. જેમાં મરિયપ્પન થંગવેલુએ સિલ્વર જ્યારે શરદ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો

સ્પોર્ટ્સ ડેસ્ક, 31 ઓગષ્ટઃtokyo paralympics: દિવસની શરૂઆતમાં સિંહરાજે પુરુષોના 10 મીટર એર પિસતોલ સ્પર્ધાના ફાઈનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. જે બાદ પુરુષોના લોંગ જમ્પમાં T-63 સ્પર્ધામાં મરિયપ્પન થંગવેલુ અને શરદ કુમારે મેડલ જીત્યા છે. જેમાં મરિયપ્પન થંગવેલુએ સિલ્વર જ્યારે શરદ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

આ સાથે જ ભારતના મેડલની સંખ્યા 10 થઈ ગઈ છે. આ પહેલાં સોમવારે પણ ભારતને બે ગોલ્ડ મેડલ સહિત કુલ પાંચ મેડલ(tokyo paralympics) મળ્યા હતા.

10 મીટર એર પિસ્તોલ SH1ની ફાઇનલમાં 39 વર્ષીય સિંહરાજ અધાનાએ ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અધાના 216.8 ના સ્કોર સાથે ત્રીજા સ્થાને રહ્યા. 237.9 પોઇન્ટ સાથે ચીનના યાંગ ચાઓ ગોલ્ડ જીતવામાં સફળ રહ્યો. જ્યારે ચીનના જ હોંગ જિંગના ખાતામાં સિલ્વર મેડલ આવ્યો હતો.

આ પણ વાંચોઃ Vruksharopan: કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કર્યું વૃક્ષારોપણ, કહ્યું- મહિલા અને બાળ સશક્તિકરણ વન દેશભર માટે પોષણ વાટિકાનું મોડેલ બનશે

જો કે, મનીષે એલિમિનેશન રાઉન્ડમાં બધાને નિરાશ કર્યા અને 135.8 પોઈન્ટ સાથે બહાર થઈ ગયો હતો. 18 વર્ષીય મનીષ નરવાલે ક્વોલિફિકેશનમાં ટોપનું સ્થાન મેળવ્યું હતું, પરંતુ ફાઇનલમાં ધીમી શરૂઆતથી 7માં સ્થાને રહ્યો હતો.

ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતના મેડલની સંખ્યા હવે 8 થઈ ગઈ છે. જેમાં 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ સામેલ છે.

શતમાં દિવસની શરૂઆતમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ SH1માં રૂબિના ફ્રાન્સિસે ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. રૂબિનાએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 560 પોઇન્ટ સાથે 7માં સ્થાન સાથે તેણે P2 મહિલા 10 મીટર એર પિસ્તોલ SH1 ની ફાઇનલમાં જગ્યા બનાવી.

આ પણ વાંચોઃ Raj kundra pornography case: નવો ખુલાસો- પૂર્વ મિસ ઈન્ડિયા યુનિવર્સનો આરોપ, મુંબઈમાં મને કોલ્ડ ડ્રિન્કમાં નશીલી દવા પીવડાવી પોર્ન વિડિયો બનાવ્યો

મહિલાઓની 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં રૂબિના દ્વારા સારો દેખાવ કરવાની અપેક્ષા હતી પરંતુ તેણે ફાઇનલમાં નિરાશ કર્યા હતા. ફાઇનલના પહેલા એલિમિનેશન રાઉન્ડમાં રૂબિનાએ 110.5 ના સ્કોર સાથે છઠ્ઠા ક્રમે રહી હતી. આ પછી, બીજા રાઉન્ડનો સ્કોર 128.5 હતો અને તેને સાતમા સ્થાનથી સંતોષ માનવો પડ્યો હતો.

Whatsapp Join Banner Guj