The bus caught fire

The bus caught fire: બસમાં આગ લાગતાં 11 લોકોનું મોત નિપજ્યુ, 38 ઘાયલ- કેટલાક મુસાફરોએ બારીમાંથી કૂદીને જીવ બચાવ્યો

The bus caught fire: સીએમ એકનાથ શિંદેએ મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી

મુંબઇ, 08 ઓક્ટોબરઃ The bus caught fire: ગઈરાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો. બસ અને આઈશર ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો, જેને કારણે બસની ડીઝલ ટાંકી ફાટી ગઈ હતી અને તેના આગળના ભાગમાં આગ લાગી હતી. જોતજોતાંમાં બસ 20 મિનિટમાં બળીને ખાખ થઈ ગઈ હતી.

આ અકસ્માતમાં બસમાં સવાર 11 લોકો જીવતા સળગી ગયા હતા. આ સિવાય 38 મુસાફર ઘાયલ થયા છે. બસ યવતમાલથી મુંબઈ જઈ રહી હતી. આ અકસ્માત સવારે 4.30 વાગ્યે થયો હતો. કેટલાક મુસાફરોએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. ઘાયલોને મફત સારવાર આપવામાં આવશે. શિંદેએ કહ્યું- 3 લોકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ Crassula Plant Tips: ફક્ત મની પ્લાન્ટ જ નહીં, આ છોડ ઘરમાં રાખવાથી પણ વરશે છે લક્ષ્મીજીની કૃપા- વાંચો વિગત

આ પણ વાંચોઃ Cow hit the Vandebharat train: વંદેભારત ટ્રેનનો સતત બીજા દિવસે અકસ્માત, આણંદ જંકશન નજીક ગાય સાથે અકસ્માત નડ્યો- વાંચો વિગત

Gujarati banner 01