Cow hit the Vandebharat train: વંદેભારત ટ્રેનનો સતત બીજા દિવસે અકસ્માત, આણંદ જંકશન નજીક ગાય સાથે અકસ્માત નડ્યો- વાંચો વિગત

Cow hit the Vandebharat train: ગુરૂવારે ભેંસ ટ્રેન સાથે અથડાતા એન્જિનના આગળના ફાઈબર બોડી ભાગને મસમોટું નુકશાન થયું

આણંદ, 07 ઓક્ટોબરઃ Cow hit the Vandebharat train: શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. તેવામાં આજે બીજી વખત વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. ગુરૂવારે ભેંસ ટ્રેન સાથે અથડાતા એન્જિનના આગળના ફાઈબર બોડી ભાગને મસમોટું નુકશાન થયું હતુ પરંતુ આ ઘટનાના બીજા જ દિવસે ફરી આણંદ નજીક વંદે ભારત ટ્રેનને વધુ એક અકસ્માત નડ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વંદે ભારત ટ્રેનને આણંદ જંકશન નજીક ગાય સાથે અકસ્માત નડ્યો છે. ગઈકાલે વટવા નજીક ટ્રેન સાથે ભેંસ અથડાતા એન્જિન બોડીને નુકશાન થયું હતુ. ભારે ફજેતી થતા તંત્રએ રાતોરાત બોડીનું સમારકામ કર્યું હતુ અને ફરી ગાડી દોડતી થઈ હતી પરંતુ આજે શુક્રવારે ફરી ટ્રેનના નોઝલ પેનલ સાથે ગાય અથડાતા નુકશાન થયું છે. 

જોકે રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આજના આ અકસ્માતમાં ટ્રેનને કોઈ વધુ નુકશાન નથી થયું. શુક્રવારે બપોરે 3.48 કલાકે ટ્રેન જ્યારે આણંદ નજીક હતી ત્યારે આ ઘટના બની હતી. પશ્ચિમ રેલવેના મુખ્ય પબ્લિક રિલેશન ઓફિસર સુમિત ઠાકુરે કહ્યું કે આ અકસ્માતમાં ટ્રેનના આગળના ભાગને સામાન્ય ક્ષતિ પહોંચી છે. તમામ મુસાફરો સુરક્ષિત છે.

આ પણ વાંચોઃ Kuldeep Singh Raulji join Congress: કુલદીપસિંહ રાઉલજીએ BJP છોડી કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કર્યો, પછી ભાજપ કર્યા આકરા પ્રહાર

આ પણ વાંચોઃ Airtel 5G Plus: આઠ શહેરમાં લૉન્ચ થયું એરટેલ 5G, પ્લાનની શરૂઆતની કિંમત 249 રૂપિયા

Gujarati banner 01