law for ott platforms: દેશની ટોચની ટેલિકોમ કંપનીઓ સરકાર સમક્ષ દરેક પ્રકારની સેવા માટે એક જેવા નિયમો-કાયદા લાગૂ કરવાનો અનુરોધ કર્યો

law for ott platforms: ઇન્ટરનેટથી સંચાલિત ઓટીટી પ્લેટફોર્મ્સને સરકાર પાસેથી કોઇ લાઇસન્સ લેવાની અનિવાર્યતા નથી

બિઝનેસ ડેસ્ક, 08 ઓક્ટોબરઃ law for ott platforms: દેશની ટોચની ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જીયો અને ભારતી એરટેલે સરકાર સમક્ષ દરેક પ્રકારની સેવા માટે એક જેવા નિયમો-કાયદા લાગૂ કરવાનો અનુરોધ કર્યો છે. તેમાં OTT પ્લેટફોર્મ્સ પણ સામેલ છે. પરંતુ ટેલિકોમ નિષ્ણાંતો આ માંગ વ્યવહારિક ન હોવાનો સુર વ્યક્ત કરી રહ્યા છે. જો આ નવા કાયદાનું અમલીકરણ થશે તો તમારા માટે વોટ્સએપ, ટેલિગ્રામ સહિતની એપના ઉપયોગ માટે ચાર્જ ચૂકવવાની તૈયારી રાખવી પડશે.

ટેલિકોમ કંપનીઓ અનુસાર વોટ્સએપ, સિગ્નલ, ટેલિગ્રામ, સ્કાઇપ જેવા ઑવર ધ ટૉપ પ્લેટફોર્મ અને સ્માર્ટફોન વચ્ચે વધુ અંતર રહ્યું નથી, પરિણામે તેઓ પર પણ સમાન નિયમન લાગૂ થવું જોઇએ. અત્યારે સૌથી મોટું અંતર એ છે કે દેશમાં ટેલિફોન સર્વિસ માટે કંપનીઓએ લાઇસન્સ લેવું જરૂરી છે. બીજી તરફ ઇન્ટરનેટથી સંચાલિત ઓટીટી પ્લેટફોર્મ્સને સરકાર પાસેથી કોઇ લાઇસન્સ લેવાની અનિવાર્યતા નથી.

આ પણ વાંચોઃ The bus caught fire: બસમાં આગ લાગતાં 11 લોકોનું મોત નિપજ્યુ, 38 ઘાયલ- કેટલાક મુસાફરોએ બારીમાંથી કૂદીને જીવ બચાવ્યો

તાજેતરમાં જ ‘ઇન્ડિયન ટેલિકોમ બિલ 2022’નો ડ્રાફ્ટ જારી કર્યો છે. વિભાગે તેના પર દૂરસંચાર નિયામક ટ્રાઇ પાસેથી 20 ઑક્ટોબર સુધી સૂચનો મંગાવ્યા છે. તેમાં ઓટીટીની વ્યાખ્યા બદલવા અને તેને ટેલિકોમ લાઇસન્સ હેઠળ લાવવાનો પ્રસ્તાવ સામેલ છે. અર્થાત્ જો ડ્રાફ્ટ બિલ તરીકે સંસદમાં પસાર થઇ જશે તો દરેક ઇન્ટરનેટ આધારિત કોલિંગ એપ લાઇસન્સ ફીના દાયરા હેઠળ આવી જશે.

ઇન્ડસ્ટ્રીમાં દરેક માટે સમાન સેવા-નિયમોના સિદ્વાંતો લાગૂ કરવાનો અનુરોધ કરી રહ્યા છે. તેમના મતે ઇન્ટરનેટ કોલિંગ તેમજ મેસેજિંગ એપ દ્વારા પણ ટેલિકોમ કંપનીઓની સમકક્ષ લાઇસન્સ ફીની ચૂકવણી કરાય તે જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, ટેલિકોમ કંપનીઓને આવકની ચિંતા છે. અર્થાત્, અત્યારે યૂઝર્સ ઇન્ટરનેશનલ કૉલ વોટ્સએપ જેવા પ્લેટફોર્મથી કરે છે. જેના માટે કોઇપણ પ્રકારના વધારાનો ચાર્જ ચૂકવવાની જરૂર રહેતી નથી. જો આ પ્લેટફોર્મ પેઇડ હશે તો તેનો વપરાશ ઘટશે અને ટેલિકોમ કંપનીઓને ફાયદો થશે.

આ પણ વાંચોઃ Crassula Plant Tips: ફક્ત મની પ્લાન્ટ જ નહીં, આ છોડ ઘરમાં રાખવાથી પણ વરશે છે લક્ષ્મીજીની કૃપા- વાંચો વિગત

Gujarati banner 01