Bawana gang threat

Bawana gang threat: 2 દિવસમાં સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો બદલો લેવાશે, FB પોસ્ટ…

Bawana gang threat: વિક્કી ડોંગર અને દવિંદર બંબીહા બાદ હવ નીરજ બવાના ગેંગ પણ ખુલીને મેદાનમાં આવી ગઈ છે

નવી દિલ્હી, 01 મેઃ Bawana gang threat: પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાના મર્ડર બાદ એક વાર ફરી પંજાબમાં ગેંગવોર શરૂ થાય એવા એંધાણ છે. વિક્કી ડોંગર અને દવિંદર બંબીહા બાદ હવ નીરજ બવાના ગેંગ પણ ખુલીને મેદાનમાં આવી ગઈ છે. આડકતરી રીતે નીરજ બવાના ગેંગે એક ફેસબુક પોસ્ટમાં સિદ્ધુ મૂસેવાલાની હત્યાની નિંદા કરવાની સાથે ઓપન ચેલેન્જ આપીને કહ્યું કે તેઓ બે દિવસની અંદર મૂસેવાલાના મર્ડરનો બદલો લેશે.

નીરજ બવાના ગેંગે ખૂલ્લે આમ એલાન કરીને કહ્યું કે સિદ્ધૂ મૂસેવાલા તેમનો ભાઈ હતો અને હવે તેઓ બે દિવસની અંદર તેના મૃત્યુનો બદલો લેશે. નારીજ બવાનાનું નામ પહેલવાન સુશીલ કુમારના કેસમાં પણ ખૂબ જ ચર્ચામાં આવ્યુ હતુ.

1654068035photo 2022 06 01 12 46 18

નીરજ બવાના દિલ્હીન બવાના ગામનો છે. આથી જ તેના નામની સાથે બવાના જોડાયેલું છે. નીરજ પર મર્ડર, લૂંટફાટ, જબરદસ્તી ઉઘરાણી અને લોકોને ઘમકી આપવી અને મૃત્યુની ધમકી આપવાના પણ કેસ ફાઇલ છે. આ કેસ ફક્ત દિલ્હીમાં જ નહીં, પરંતુ દિલ્હીની બહારના પોલિસ સ્ટેશનમાં પણ ફાઇલ છે. દિલ્હીની તિહાડ જેલમાં બંધ નીરજ બવાના જેલમાંથી જ તેની ગેંગને ચલાવે છે. નીરજના માણસો જ તેનું સોશિયલ મીડિયા પણ સંભાળે છે.

નીરજની ગેંગમાં લોકલ લોકોની સાથે હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પંજાબના બદમાશઓનો સમાવેશ થાય છે. આ લોકો પણ મર્ડર, લૂંટફાટ, જબરદસ્તી ઉઘરાણી અને લોકોને ઘમકી આપવી અને મૃત્યુની ધમકી આપવામાં સંડોવાયેલા છે. આ લોકોના નિશાના પર એવી પ્રોપર્ટીનો પણ સમાવેશ થાય છે જેને લઈને વિવાદ ચાલી રહ્યો હોય છે.

આ પણ વાંચોઃ The young lady came to India to swim and meet her lover: બાંગ્લાદેશની છોકરી 1 કલાક તરીને પ્રેમીને મળવા ભારત આવી, પણ….

એક સમય હતો જ્યારે દિલ્હીમાં નીતૂ દાબોદાનો દબદબો હતો, પરંતુ પોલિસ એન્કાઉન્ટરમાં તેનું મૃત્યુ થયુ હતુ. ત્યાર બાદ નીતૂની ગેંગના લોકો નીરજ સાથે જોડાઈ ગયા હતા. આ સાથે જ નીરજનો દબદબો વધી ગયો હતો અને તે ખતરનાક બની ગયો હતો.

આ કેસની વચ્ચે સિદ્ધુ મૂસેવાલા મર્ડરને લઈને દિલ્હી પોલિસના સ્પેશ્યલ સેલ દ્વારા તિહાડ જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈને પાંચ દિવના રિમાન્ડ પર લીધો છે. તેઓ હવે આ કેસને લઈને તેની પૂછપરછ કરશે. જાણકારી મુજબ સિદ્ધુ મૂસેવાલાના મર્ડરનો પ્લાન લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડે કર્યો છે.

1654068035photo 2022 06 01 12 46 16

સિદ્ધુ મૂસેવાલા કેસમાં પંજાબ પોલિસે ભટિંડા અને ફિરોઝપૂર જેલમાં બંધ બે ગેન્સગસ્ટર મનપ્રીત સિંહ અને શરદને પાંચ દિવસના પ્રોડક્ટ વોરંટ પર લીધા છે. બન્નેની હાલમાં પૂછતાછ ચાલી રહી છે. બન્ન લોરેન્સ બિશ્નોઈના શાર્પ શૂટર અને એક્ટિવ મેમ્બર છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Bharatsinh Solanki caught with a woman: પત્નીએ ભરતસિંહ સોલંકીને યુવતી સાથે પકડ્યા, મારામારી, વીડિયો પણ બનાવ્યો

Gujarati banner 01