Jail

Training of prisoners in bhopal jail: ભોપાલની આ જેલમાં કેદીઓને અપાય છે પુરોહિત બનવાની ટ્રેનિંગ

Training of prisoners in bhopal jail: કેદીઓને જેલમાં જ મંત્રોચ્ચાર અને પુરોહિત બનવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે

નવી દિલ્હી, ૨૧ માર્ચ: Training of prisoners in bhopal jail: મધ્યપ્રદેશના ભોપાલમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીંની જેલમાં બંધ કેદીઓ પોતાને બદલી રહ્યા છે. એટલું નહીં મોટા અપરાધીઓ પાપની દુનિયાને છોડીને અધ્યાત્મની તરફ વળી રહ્યા છે. કેદીઓને જેલમાં જ મંત્રોચ્ચાર અને પુરોહિત બનવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

કેદીઓને (Training of prisoners in bhopal jail) પુરોહિત બનાવવાની આ પહેલ ગાયત્રી શક્તિપીઠની મદદથી ચલાવવામાં આવે છે. જો કે આ ટ્રેનિંગ આ ટ્રેનિંગ અનિવાર્ય નથી. ફક્ત વૈદિક અનુષ્ઠાનમાં રસ રાખનારાને શીખવાની પરમિશન છે. ભોપાલ સેન્ટ્રલ જેલના કેદી શીખી રહ્યા છે કે જેલથી છૂટ્યા બાદ તેઓ અનુષ્ઠાન કરી શકે અને સમ્માનજનક જીવન જીવી શકે.

કેદીઓને ટ્રેનિંગ આપી રહેલા પૂજારી સદાનંદ અમરેકરે કહ્યું છે કે અહીં કેદીઓને ટ્રેનિંગ અપાય છે કેમકે તેઓ સમાજથી અલગ છે. તેમને નિયમો શીખવવામાં આવી રહ્યા છે જેથી તેઓ લોકોને માટે કામ કરી શકાય. સમાજમાં પોતાને એક સારા વ્યક્તિના રૂપમાં સ્થાપિત કરવાના હેતુથી પૂજારી પ્રશિક્ષણ આયોજિત કરાયું છે. પુરોહિતનો અર્થ અન્યની દેખરેખ કરવી છે. અત્યાર સુધી 50 કેદી છે જેમની સાથે વાત કરીને પસંદગી કરાઈ છે. તેઓએ તેમની યોગ્યતા, શીખવાની ક્ષમતા અને અનુષ્ઠાન શીખવાની રૂચિ પર આધાર રાખ્યો છે. આ શિક્ષણ 28 માર્ચે પૂરું થશે.

આ પણ વાંચો: Bogus companies Hawala network: મુંબઈ અને થાણેની બોગસ કંપનીઓ દ્વારા હવાલા નેટવર્ક, વાંચો વિગતે

મળતી માહિતી અનુસાર જેલ અધિક્ષક દિનેશ નાર્ગવેએ જણાવ્યું હતું કે જેલના કેદીઓ કાં તો ડિપ્રેશનમાં છે અથવા તો આક્રમકતામાં છે. મોટા ભાગના અભણ અને ગરીબ છે. અમે કેદીઓને તાલીમ આપવાની જરૂરિયાત અનુભવી જેથી તેઓ તેમની આસપાસ સકારાત્મક ઊર્જા અનુભવે. શીખવા ઇચ્છુક 50-60 કેદીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

Gujarati banner 01