Keshav prasad maurya son accident

UP deputy CM son accident: ઉત્તર પ્રદેશના ડેપ્યુટી CM કેશવ પ્રસાદ મોર્યના પુત્રનો અકસ્માત, ટ્રેક્ટર સાથે અથડાઈ ફોર્ચ્યુનર

UP deputy CM son accident: યોગેશ કુમાર મોર્યનો આબાદ બચાવ થયો

નવી દિલ્હી, 26 માર્ચ: UP deputy CM son accident: ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યના પુત્રનો મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માત જાલૌનમાં થયો, જ્યાં પૂરપાટ ઝડપે ફોર્ચ્યુનર કાર ટ્રેક્ટર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બંને વાહનોનો કચ્ચરઘાણ બોલાઈ ગયો છે. અકસ્માત સમયે ફોર્ચ્યુનર કારમાં ડેપ્યુટી સીએમ કેશવ મોર્યના પુત્ર યોગેશ મોર્ય પણ હાજર હતા.

આ દુર્ઘટનામાં (UP deputy CM son accident) ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યના પુત્ર યોગેશ કુમાર મોર્યનો આબાદ બચાવ થયો છે. ડેપ્યુટી સીએમના પુત્રની જાણકારી મળતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. આ અકસ્માત કાલપી કોતવાલી ક્ષેત્રના આલમપુર બાયપાસ નજીક થયો હતો.

આ પણ વાંચો..Dedication and closing ceremony of development works of AMC: અમદાવાદ મહાનગરપાલિકાના વિકાસ કામોનું અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

Gujarati banner 01