Uttrakhand

Uttarakhand Glacier Burst: મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 26 થઇ, 35 લોકો સુરંગમાં ફસાયા હોવાની આશંકા- રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

Uttarakhand Glacier Burst:અધિકારીઓએ સોમવારે મોડી સાંજે આંકડાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, હજુ પણ 171 લોકો લાપતા

Uttrakhand

ચમોલી,09 ફેબ્રુઆરીઃ ઉત્તરાખંડમાં(Uttarakhand Glacier Burst) રવિવારે આવેલી મુશ્કેલીમાં મૃત્યુ પામનારની સંખ્યા વધીને હવે 26 થઈ ગઈ છે. અધિકારીઓએ સોમવારે મોડી સાંજે આંકડાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, હજુ પણ 171 લોકો લાપતા છે, જેમાં આશરે 35 લોકો સુરંગમાં ફસાયાની આશંકા છે. તેને રેસ્ક્યૂ કરાવવા માટે રાહત બચાવની ચાર ટીમો સતત કાર્યરત છે. 

Whatsapp Join Banner Guj

એક મીડિયા ચેનલ સાથે વાતચીતમાં ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતેકહ્યુ હતુ કે, ચમોલીમાં આવેલી આપદા ગ્લેશિયર ફાટવાને કારણે થઈ નથી. મુખ્ય સચિવને વાસ્તવિક કારણોની જાણકારી મેળવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.  પરંતુ દુર્ઘટનાના કારણોની જાણકારી લગાવતા પહેલા વધુ જરૂરી અમારી પ્રાથમિકતા પ્રભાવિત લોકોને ભોજન અને અન્ય મદદ ઉપલબ્ધ કરાવવા પર છે. જે માટે અમે પ્રભાવિત ગામો વચ્ચે બીજીવાર સંપર્ક સ્થાપિત કરવાનું કામ કરી રહ્યાં છીએ. 

આ પણ વાંચો…

સંધ્યાકાળે ઘરમાં દીવો(dip pragatya) કેમ કરવામાં આવે છે? જાણો તેનું મહત્વ અને લાભ