WB Sadhu News: પશ્ચિમ બંગાળમાં સાધુઓને ટોળાએ ઢોર માર માર્યો, જાણો શું છે સમગ્ર મામલો…

WB Sadhu News: વીડિયોમાં જોઈ શકાય છે કે ગુસ્સે ભરાયેલી ભીડ ભગવા વસ્ત્રોમાં સજ્જ એક સાધુના વાળ ખેંચી રહી છે

અમદાવાદ, 13 જાન્યુઆરીઃ WB Sadhu News: પશ્ચિમ બંગાળમાં પાલઘર જેવી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ગઈકાલે સાંજે એક વિશાળ ભીડે ઉત્તરપ્રદેશના ત્રણ સાધુઓને બાળ ઉપાડનારા સમજીને નિર્દયતાથી માર માર્યો હોવાના અહેવાલ છે. આ મામલો પુરુલિયા જિલ્લાનો છે. જેનો 30 સેકન્ડનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા પછી ભાજપા દ્વારા મમતા સરકાર પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ગુસ્સે ભરાયેલી ભીડ ભગવા વસ્ત્રોમાં સજ્જ એક સાધુના વાળ ખેંચી રહી છે. સાધુને લાકડીઓ વડે મારવામાં આવી રહ્યો છે. સાધુ પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે દયાની ભીખ પણ માંગી રહ્યો છે. આમ છતાં ગુસ્સે ભરાયેલા ટોળાએ તેને મારવાનું ચાલુ રાખ્યું. જોકે આ વીડિયોની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.

આ પણ વાંચો… Atal Setu Bridge: હવે 2 કલાક નહીં માત્ર 20 મિનિટમાં જ પહોંચી જશે નવી મુંબઈ, જાણો અટલ સેતુ વિશે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો