Ramdev baba 2

Yog guru statement against allopathy: યોગગુરુ રામદેવ બાબા મુશ્કેલીમાં મુકાયા, એલોપેથી વિરૂદ્ધ નિવેદન આપવુ પડ્યું ભારે- વાંચો વિગત

Yog guru statement against allopathy: રામદેવે દાવો કર્યો હતો કે, ભારતના ઔષધી મહાનિયંત્રણ દ્વારા સ્વિકૃત રેમડેસિવિર, ફૈવિફ્લુ અને તમામ અન્ય દવાઓ કોવિડ-19ના દર્દીઓની સારવારમાં નિષ્ફળ રહી છે

નવી દિલ્હી, 28 ઓક્ટોબરઃ Yog guru statement against allopathy: એલોપેથીને લઈને યોગગુરૂ રામદેવ તરફથી આપવામાં આવેલા નિવેદનને લઈને શરૂ થયેલો વિવાદ પૂરો થવાનું નામ જ નથી લઈ રહ્યો. હવે આ કેસમાં દિલ્લી હાઈકોર્ટે યોગગુરૂ રામદેવને એલોપેથી સામે આપવામાં આવેલી ખોટી જાણકારી ફેલાવવાના કેસમાં ઘણા તબીબી સંગઠનો દ્વારા અપીલ કરાઈ હતી જેમાં બુધવારે સમન્સની બજવણી કરાઈ છે. ન્યાયાધીશ સી હરિશંકરે રામદેવના વિવાદ ઉપર જવાબ દાખલ કરવા માટે ચાર સપ્તાહનો સમય આપ્યો છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે, રામદેવ સામેના વિવાદમાં આરોપના ગુણ-દોષને જોઈને કોઈ માહિતી આપશે નહીં અને કોઈપણ પ્રકારની રાહત દેવા માટે બાદમાં વિચાર કરાશે.

ન્યાયમૂર્તિ હરિશંકરે રામદેવના વકીલ રાજીવ નાયરને કહ્યું કે, મેં વીડિયો ક્લિપ જોઈ છે. વીડિયો ક્લિપ જોઈને લાગે છે કે તમારા અસીલ એલોપેથી ઉપચાર પ્રોટોકોલ ઉપર ઉપહાસ કરી રહ્યાં છે. તેને લોકોને સ્ટેરોઈટની સલાહ દેવા અને હોસ્પિટલમાં જનારા લોકોની પણ મજાક ઉડાવી છે. ક્લિપ જોઈને તે નિશ્ચિતરૂપથી વિવાદ નોંધાવવાનો કેસ છે.

આ પણ વાંચોઃ Aryan khan case update: ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને આખરે મળી રાહત મળી, ત્રીજા પ્રયત્ને થયા જામીન મંજૂર

વરિષ્ઠ અધિવક્તા નાયરે કહ્યું કે, આ કેસમાં સમન્સની બજવણી થવા ઉપર કોઈ આપત્તિ નથી. પરંતુ તેણે આરોપોનો વિરોધ કર્યો છે. નાયરે અદાલતને અપીલ કરી છે કે, વિવાદ ત્રણ પ્રકારના છે. કોરોનિલ, માનહાની ને રસીકરણની સામે અસમંજસ. અદાલત માત્ર માનહાનીના કેસમાં જ નોટીસ જાહેર કરી શકે છે. ન્યાયાધીશે કહ્યું કે, હું કોઈ આદેશ જાહેર નથી કરી રહ્યો છે. તમે તમારૂ લેખિત નિવેદન દાખલ કરો. લખો કે કોઈ કેસ થતો નથી. રામદેવ સિવાય આચાર્ય બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદને પણ કેસમાં સમન્સ જાહેર કરીને જવાબ દેવા માટે જણાવવામાં આવ્યું છે. અદાલતે સોશયલ મીડિયા પ્લેટફોર્મ ગુગલ, ફેસબુક અને ટ્વિટરને પણ નોટીસ મોકલી છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાયરસની બીજી લહેર દરમયાન સોશયલ મીડિયા ઉપર રામદેવ(Yog guru statement against allopathy)ના ઘણા વીડિયો વાઈરલ થયા હતાં. જેમાં રામદેવે એલોપેથીને સ્ટુપીડ અને દેવાળીયું સાયન્સ કહ્યું હતું. તેણે સાથે કહ્યું હતું કે એલોપેથીની દવાઓ લીધા બાદ લાખો લોકો મોતને ભેટ્યાં છે. રામદેવે દાવો કર્યો હતો કે, ભારતના ઔષધી મહાનિયંત્રણ દ્વારા સ્વિકૃત રેમડેસિવિર, ફૈવિફ્લુ અને તમામ અન્ય દવાઓ કોવિડ-19ના દર્દીઓની સારવારમાં નિષ્ફળ રહી છે.

Whatsapp Join Banner Guj