Aryan bail rejected

Aryan khan case update: ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને આખરે મળી રાહત મળી, ત્રીજા પ્રયત્ને થયા જામીન મંજૂર

Aryan khan case update: આર્યન ખાન આજે નહીં પરંતુ આવતી કાલે જેલની બહાર આવશે

બોલિવુડ ડેસ્ક, 28 ઓક્ટોબરઃ Aryan khan case update: બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન ક્રૂઝ પર ડ્રગ્સમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ જેલ અને જામીનની વચ્ચે ફસાયો છે. આર્યાનની જામીન પર બે દિવસથી હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહીં છે. આજે ફરી એકવાર જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં કોર્ટે તેના જામીન મંજૂર કર્યા છે.

ડ્રગ્સ કેસ(Aryan khan case update)માં આર્યન ખાન ઉપરાંત મુનમુન ધમેચા અને અરબાઝ મર્ચન્ટને પણ બોમ્બે હાઇકોર્ટે જામીન આપ્યાં છે. જોકે, આર્યન ખાન આજે નહીં પરંતુ આવતી કાલે જેલની બહાર આવશે. આર્યન ખાનને ત્રીજા પ્રયત્ને જામીન મળ્યાં છે. આ પહેલા સેશન્સ કોર્ટે આર્યાન ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી.

આ પણ વાંચોઃ AAP jamnagar: જામનગર આમ આદમી પાર્ટી દ્વારા પોલીસના પ્રશ્નો અને ગ્રેડ પે વધારા અંગે કરવામાં આવ્યું ધારણા પ્રદર્શન

એસજી અનિલ સિંહની દલીલોના જવાબ આપતા આર્યનના વકીલ મુકુલ રોહતગીએ કહ્યુ, આર્યન-અરબાજ સાથે હતા પરંતુ આર્યનને ખબર નહતી કે અરબાઝ પાસે ડ્રગ્સ હતી. આર્યને કોઇ કાવતરૂ ઘડ્યું નથી. કાવતરાને સાબિત કરવા માટે પુરાવા હોવા જોઇએ. માનવ અને ગાબા આર્યાન ખાનને જાણતા હતા પણ તેમની ધરપકડ કરવામાં આવી નથી. આ કેસમાં બે લોકોને પહેલા જ જામીન મળી ચૂક્યાં છે.

એનસીબીના વકીલ એએસજી અનિલ સિંહે હાઇ કોર્ટમાં સુનાણી દરમિયાન કહ્યું હતું કે આર્યન ખાન કેટલાય વર્ષથી ડ્રગ્સ લે છે અને પેડલર સાથે પણ તેના સંબંધ છે. તેની ચેટમાં પણ તે વાત પણ સામે આવી છે કે તે ડ્રગ્સનો કારોબાર કરી રહ્યો હતો. ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી થવાની છે તેની માહિતી આર્યાનને પહેલાથી જ હતી. 

Whatsapp Join Banner Guj