Mumbai police on high alert

Mumbai police on high alert: સમુદ્રકાંઠે બે શંકાસ્પદ બોટ મળી આવતા મુંબઈ પોલીસ થઇ એલર્ટ

Mumbai police on high alert: મુંબઇ પોલીસે શહેરમાં ઠેકઠેકાણે નાકાબંધી કરવાની શરુઆત કરી

મુંબઇ, 18 ઓગષ્ટઃMumbai police on high alert: મુંબઈથી 200 કિલોમીટર દૂર રાયગઢ જિલ્લામાં હરિહરેશ્વરનાં દરિયા કિનારે બે શંકાસ્પદ બોટ મળી આવ્યા પછી સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી છે. સાથે મુંબઈ પોલીસ એલર્ટ થઈ ગઈ છે.

મુંબઈ શહેરમાં ઠેકઠેકાણે નાકાબંધી શરૂ કરાઇ છે. દાદર, વરલી, નરીમાન પોઈન્ટ સહિતના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સઘન બનાવી દેવાયો છે. 

આ પણ વાંચોઃ Yuzvendra and Dhanashree filed for divorce: ઇન્ડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને પત્ની ધનશ્રીએ પંજાબ કોર્ટમાં ડિવોર્સ કેસ ફાઇલ કર્યો

જ્યાં શંકાસ્પદ બોટ મળી છે ત્યાં નજીક જ અલીબાગનો બીચ છે. અહીં લોંગ વીકેન્ડને લીધે પ્રવાસીઓની ભારે ભીડ જામી છે. તેની વચ્ચે બોટમાંથી ઉતરેલા શકમંદો મુંબઈ તરફ આવ્યા છે કે કેમ અને કોઈ શંકાસ્પદ હેરફેર જોવા મળી છે કે કેમ તેની તપાસ શરૂ થઈ છે. હાલ ચોમાસાને લીધે અલીબાગ મુંબઈ વચ્ચે ફેરી બંધ છે.

આ સંજોગોમાં શકમંદો બીજી કોઈ બોટ દ્વારા કે બાય રોડ આગળ વધ્યા છે કે કેમ તે વિકલ્પો તપસાઈ રહ્યા છે. સાથે મહારાષ્ટ્રનાં અન્ય દરિયા કાંઠે પણ કોઈ શંકાસ્પદ બોટની કે શકમંદોની અવરજવર જોવા મળી છે કે કેમ તે ચકાસવા આદેશો અપાયા છે.

આ પણ વાંચોઃ AAP Gujarat Mission: ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં, વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

Gujarati banner 01