ambaji kal bhairav

Kalbhairav ​​Jayanti: અંબાજી ખાતે ભૈરવ જયંતી નિમિત્તે વિવિધ કાલભૈરવ મંદિર માં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

Kalbhairav ​​Jayanti: ભૈરવ જયંતિ નિમિત્તે ભૈરવ દાદા ને પ્રસાદનો ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો.

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૭ નવેમ્બર:
Kalbhairav ​​Jayanti: યાત્રાધામ અંબાજીમાં આજે . 27 નવેમ્બર ના રોજ ભૈરવ જયંતી નિમિત્તે માનસરોવરમાં બટુક ભૈરવ કાળ ભૈરવ ,ગબ્બર કાલભૈરવ તેમજ પંચમુખી ભૈરવજી મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તોએ આ પ્રસંગે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

Kalbhairav ​​Jayanti: અંબાજી માં આવેલ માનસરોવર ખાતે જ્યા બાધા બાબરી કરવામાં આવે છે તેવા બટુક ભૈરવ કાળમંદિર ખાતે પુજારી દ્વારા બોમ હવન કરી ભૈરવ જયંતીની ઉજવણી કરવા માંઆવી હતી જ્યારે અંબાજી થી ત્રણ કિલોમીટર દૂર ગબ્બર તળેટી ખાતે નિરંજની અખાડા નું પ્રાચીન અને પૌરાણિક ગબ્બર કાળભૈરવ મંદિર આવેલું છે ગબ્બર ખાતે આવેલા ભૈરવ મંદિરના દર્શન કર્યા બાદ જ માતાજીના દર્શન પુર્ણ થાય છે તેવી માન્યતા છે.

5 બ્રાહ્મણના હસ્તે યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. શાસ્ત્રોકત વીધી વિધાનથી હવનમાં આહુતિ આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ ભૈરવ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ભૈરવ જયંતિ નિમિત્તે ભૈરવ દાદા ને પ્રસાદનો ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો.

Kalbhairav ​​Jayanti, ambaji

અને શક્તિપીઠ અંબાજી ખાતે માનસરોવરમાં ભૈરવ મંદિર આવેલું છે આ મંદિરમાં રંગબેરંગી ફૂલોથી મંદિરને શણગારવામાં આવ્યું હતું અને ભૈરવ દાદા ને પ્રસાદ નો ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો. અંબાજી મંદિરના 9 નંબર ગેટ પાસે પણ ભૈરવજીનું મંદિર આવેલું છે. વહેલી સવારથી ભકતો ભૈરવ દાદાના દર્શન કરવા માટે આવ્યા હતા. ભક્તો દ્વારા ભૈરવ દાદાને પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો.અંબાજી મંદિર ના સાત નંબર ગેટ અંદર પણ ભૈરવ દાદા નું મંદિર આવેલું છે.

આ પણ વાંચો…Banaskantha Marketyard: દાંતા તાલુકા માં 234 ખેડૂતો નું રજીસ્ટ્રેશન થયું છતાં એક પણ ખેડૂતો એ ટેકાના ભાવે મગફળી વેચી જ નહીં…

Whatsapp Join Banner Guj