Death

Haiti Crime News: એક પરિવારના 16 લોકોના સંદિગ્ધ પરિસ્થિતોમાં મૃતદેહ મળી આવ્યા, વાંચો વિગત

Haiti Crime News: કેરેબિયન દેશ હૈતીથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં એક પરિવારના 16 લોકોના સંદિગ્ધ પરિસ્થિતોમાં મૃતદેહ મળી આવ્યા છે.

ક્રાઇમ ન્યુઝ, 20 ફેબ્રુઆરીઃ Haiti Crime News: હૈતીમાં એક જ પરિવારના 16 લોકોની સંદિગ્ધ પરિસ્થિતિઓમાં મોતથી ખળભળાટ મચી ગયો છે. પડોશીઓનું માનીએ તો ઝેર ખાવાથી પરિવારનું મોત નિપજ્યું છે. પરંતુ અહીં મોટાભાગે પૈસા માટે કેટલાક અપરાધી ગેંગના લોકોને મોતને ઘાટ પણ ઉતારી દે છે. એટલા માટે પોલીસે આ કેસની તપાસ કરી રહી છે.

જી, હાં કેરેબિયન દેશ હૈતીથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં એક પરિવારના 16 લોકોના સંદિગ્ધ પરિસ્થિતોમાં મૃતદેહ મળી આવ્યા છે. મામલો દક્ષિણી હૈતીના સેગુઇન શહેરનો છે. જોકે રાજધાની પોર્ટ-ઔ-પ્રિંસથી 48 કિલોમીટર દૂર છે. હાલ મોતના કારણો પણ જાણી શકાયા નથી. પરંતુ રોયટર્સના અનુસાર પડોશીઓને ઝેરથી પરિવારના મોતની આશંકા વ્યક્ત કરી છે. 

આ પણ વાંચોઃ Vadodra hit and run case: વડોદરામાં હીટ એન્ડ રનના આરોપીને મહિલા સાંસદે રાતોરાત છોડાવ્યો- વાંચો શું છે મામલો?

સંયુક્ત રાષ્ટ્રની એક રિપોર્ટના અનુસાર હૈતીમાં પરિસ્થિતિ યોગ્ય નથી. ગત વર્ષે હૈતીમાં થયેલી હિંસામાં લગભગ 5,000 લોકોનો જીવ ગયો હતો. તે સમયે કેરેબિયાઇ રાષ્ટ્રની બંદૂકધારી પોલીસને પણ હિંસાને રોકવા માટે આકરી મહેનત કરવી પડી. 

ઉલ્લેખનીય છે કે, હૈતીમાં પરિસ્થિતિ બગડવાની શરૂઆત 2021 માં થઇ જ્યારે રાષ્ટ્રપતિ જોવેનલ મોઇસની તેમના ઘરમાં ઘૂસીને હત્યા કરી દીધી હતી. તેના લીધે દેશમાં ઉથલ પાથલ મચી ગઇ. રાષ્ટ્રપતિની હત્યા લોકો માટે એક આધાત હતો. પરંતુ ગેંગ્સએ તેને એક ઘટના તરીકે જોઇ અને દેશ પર કંટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. તેના લીધે અવાર નવાર અલગ અલગ ગેંગ્સના સભ્યો દેશના અલગ અલગ ભાગમાં આતંક મચાવતા રહે છે. 

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો