UPSC Recruitment 2024

UPSC Recruitment 2024 : UPSC એ 120 જગ્યાઓ માટે કરી જાહેરાત, ઉમેદવારોની પસંદગી પરીક્ષાથી નહીં, માત્ર ઇન્ટરવ્યુ દ્વારા થશે

UPSC Recruitment 2024 : UPSC ભરતી 2024 ઓનલાઈન અરજી ફોર્મ 29 ફેબ્રુઆરીના રોજ 11.59 વાગ્યા સુધી ભરવામાં આવશે

ગાંધીનગર, 21 ઓક્ટોબરઃ UPSC Recruitment 2024 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ નવી ભરતીની જાહેરાત કરી છે. જેમાં કમિશને આસિસ્ટન્ટ ડિરેક્ટર, વૈજ્ઞાનિક-બી, વહીવટી અધિકારી ગ્રેડ-1, વૈજ્ઞાનિક-બી, સ્પેશ્યાલિસ્ટ ગ્રેડ-III, વૈજ્ઞાનિક બી, એન્જિનિયર અને શિપ સર્વેયર કમ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ અને નિષ્ણાત ગ્રેડ-III ની જગ્યાઓ માટે આ ભરતીઓ જાહેર કરી છે. અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ યુપીએસસીની સત્તાવાર વેબસાઈટ પર અરજી કરી શકે છે. UPSC ભરતી 2024 ઓનલાઈન અરજી ફોર્મ 29 ફેબ્રુઆરીના રોજ 11.59 વાગ્યા સુધી ભરવામાં આવશે.

UPSC Recruitment 2024: મહત્વની તારીખો

  • ઑનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થશે: 10 ફેબ્રુઆરી 2024 થી
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 29 ફેબ્રુઆરી 2024 રાત્રે 11.59 વાગ્યા સુધી
  • સબમિટ કરેલ ફોર્મ પ્રિન્ટ લેવાની છેલ્લી તારીખ: 1 માર્ચ 2024 રાત્રે 11.59 વાગ્યા સુધી
  • વય મર્યાદા: 35 થી 50 વર્ષની વચ્ચે
  • આવશ્યક લાયકાત: આસિસ્ટન્ટ ડાયરેક્ટની પોસ્ટ માટે, ઉમેદવારે માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સિવિલ/મિકેનિકલ/કોમ્પ્યુટર સાયન્સ/ઈન્ફોર્મેશન ટેક્નોલોજી/એરોનોટિકલ/ઈલેક્ટ્રિકલ/ઈલેક્ટ્રોનિક્સ વિષયોમાં એન્જિનિયરિંગમાં  ડિગ્રી હોવી જોઈએ આ સાથે ત્રણ વર્ષનો અનુભવ અથવા ઈલેક્ટ્રોનિક્સ/ફિઝિક્સ વિષયો સાથે માસ્ટર ડિગ્રી હોવી એ જરૂરી છે

પસંદગી કેવી રીતે થશે?
શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યુના દિવસે, ઉમેદવારોએ તેમના તમામ દસ્તાવેજો સાથે પસંદ કરેલા સરનામે પહોંચવાનું રહેશે. આ ભરતીઓ નવી દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ, દેહરાદૂન, લખનૌ, ભોપાલ, નાગપુર, પટના, ગુવાહાટી, જયપુર માટે છે.

UPSC ભરતી 2024, ઉમેદવારોએ સામાન્ય/OBC/EWS પુરૂષ ઉમેદવારો માટે રૂ. 25 (નૉન-રિફંડપાત્ર) ની અરજી ફી ચૂકવવી પડશે. SC, ST, PWBD અને કોઈપણ સમુદાયના મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નથી. એપ્લિકેશન ફી એસબીઆઈની કોઈપણ શાખામાંથી રોકડ અથવા નેટ બેંકિંગ અથવા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ દ્વારા ઑનલાઇન મોડમાં ચૂકવવાની રહેશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો