Banner naman

About afghanistan crisis: અફઘાનિસ્તાન – આખલાઓ વચ્ચે અફઘાની પ્રજા

About afghanistan crisis: જગત જમાદારના વહેમમાં રાચતું અમેરિકા થોડા થોડા સમયે આવા ઉધામા કરતુ રહે છે અને સામે પક્ષે રશિયા તંગડી ઉંચી કરી અમેરિકા વિરુદ્ધ ચોકો રચતું રહે છે

About afghanistan crisis: એક કહેવત છે બે આખલા લડે તેમાં ઝાડનો ખુડદો વળે. ફક્ત ઝાડનો જ નહિ, આખલાની લડાઈમાં વચ્ચે આવનાર દરેકનો કચ્ચરઘાણ નીકળે, અફઘાનિસ્તાનમાં બે નહિ ત્રણ આખલા લડે છે. પહેલો અમેરિકા, બીજો તાલિબાન અને ત્રીજો રશિયા; આ ત્રણેય આખલાની લડાઈમાં અફઘાની પ્રજા પીસાઈ છે.

જગત જમાદારના વહેમમાં રાચતું અમેરિકા થોડા થોડા સમયે આવા ઉધામા કરતુ રહે છે અને સામે પક્ષે રશિયા તંગડી ઉંચી કરી અમેરિકા વિરુદ્ધ ચોકો રચતું રહે છે. એક સમયે રશિયા અફઘાનિસ્તાનમાં ડેરા તંબુ તાણી પડ્યું પાથર્યું રહેતું હતું. અફઘાનિસ્તાનના વિકાસમાં રશિયાનો ફાળો ઓછો નથી. સોવિયેત યુનિયનના અફઘાનિસ્તાનમાં ધામાંથી બે દેશ પરેશાન હતા, એક પાકિસ્તાન અને બીજું અમેરિકા. પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં પોતાનો પ્રભાવ વધારવા અને અફઘાન શાસનમાં ઘૂસ મારવા સતત પ્રયત્ન કરતુ રહેતું હતું જયારે અમેરિકાને અફઘાનિસ્તાનમાં આવેલ અઢળક કુદરતી સંપત્તિ પર રશિયાનો એકાધિકાર ખૂંચતો હતો.

kabul airport charging food water

આ બંને અદેખા દેશ પાકિસ્તાન અને અમેરિકાની પેદાશ એટલે જ તાલિબાન. સોવિયેત યુનિયન સામે લડવા માટે તાલિબાન નામના આતંકી સંગઠનને પાળી-પોષી મોટો કરવામાં આવ્યો. રશિયાએ થોડો વખત ટક્કર આપી પરંતુ સોવિયેત યુનિયનના વિસર્જન પછી રશિયા પોતે જ અનેક સમસ્યા ખાસ કરીને અર્થવ્યવસ્થાના મામલે ભેરવાઈ પડ્યું. છેવટે રશિયાએ અફઘાનિસ્તાનને છોડી દીધું. જેવું રશિયાએ છોડ્યું તેવું જ અમેરિકાએ પકડ્યું અને અફઘાનિસ્તાનમાં વિધિવત ગોઠવાઈ ગયું.

તાલિબાન નામનું પાડું અમેરિકી દૂધ પી અને ઘાસચારો ખાઈને આંખલો બની ગયો હતો. હવે આ આખલો જ અફઘાનિસ્તાનને ચાવી જવાની મહત્વાકાંક્ષા ધરાવતો થઇ ગયો હતો, તેણે પોતાની શક્તિનો ઉપયોગ કરી અફઘાનિસ્તાનમાં કાળો કેર વર્તાવવાનું શરુ કર્યું. કબજો મેળવ્યા પછી તરત જ તેણે શરિયા કાયદાનું શાસન જાહેર કર્યું, મહિલાઓને નિશાન બનાવી તેને ક્રૂરતાપૂર્વક અમલમાં કર્યો, છોકરીઓને શાળાએ જવાની મંજૂરી ન હતી, મહિલાઓને ભણવાની મનાઈ તેમજ બુરખા પહેરવાની ફરજ પડી હતી. કેટલીય મહિલાની હત્યા કરી નાખી. સંગીત સાંભળવાની કે ટીવી જોવાની પણ સખત મનાઈ હતી.

આ પણ વાંચોઃ govt announce 3 crore prize for bhavina: રુપાણી સરકારની મોટી જાહેરાત સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલને આપશે 3 કરોડનું ઇનામ- વાંચો વિગત

જે પુરુષોની દાઢી ટૂંકી હતી તેમને ચાબુકથી ફટકારવામાં આવ્યા હતા. અફઘાન પર પકડ જમાવવા તત્પર અમેરિકા સાથે તેનો જ પાળેલો, પોષેલો આખલો શીંગડા ભરાવવા લાગ્યો. નાછૂટકે અમેરિકાએ તાલિબાન વિરુદ્ધ અભિયાન ચલાવવું પડ્યું અને તેમણે અફઘાનીઓના રક્ષણ, સંરક્ષણના નામે અમેરિકી સૈન્ય છાવણીઓ સ્થાપી દીધી. અમેરિકી આખલો અફઘાનિસ્તાનમાં ઘુસી ગયો હતો. રશિયાને હટાવવા અમેરિકાની મદદ કરનાર પાકિસ્તાન જોતું જ રહી ગયું, તેના ભાગે કાંઈ નહિ આવ્યું એટલે તેણે તાલિબાન નામના આખલાને તરોતાજા રાખવા માંડ્યો. અમેરિકી સત્તાધિશોને પાકિસ્તાને જેટલા મૂર્ખ, બેવકૂફ બનાવાયા છે એટલા કોઈ નથી બનાવ્યા.

વીસ વરસ સુધી તાલિબાનો સામે સંઘર્ષ કર્યા પછી એકાએક અમેરિકાએ અફઘાનિસ્તાનને પડતું મૂક્યું અને તાલિબાની આખલો ફરી વળ્યો છે.

આ પણ વાંચોઃ kamasutra name book burned by bajrang dal: બજરંગ દળના કાર્યકરોએ ‘કામસૂત્ર’ નામના પુસ્તકમાં આગ લગાવી, વીડિયો થયો વાયરલ- વાંચો વિગત

વળી આ વર્ષો દરમ્યાન રશિયન આખલાએ પણ થોડીઘણી તાકાત ભેગી કરી લીધી છે, એટલે તે પણ કૂદી પડ્યો છે. આ ત્રણેય આખલાઓ વચ્ચે અફઘાની પ્રજા પીસાઈ રહી છે, ભયાનક યાતનાઓ ભોગવી રહી છે ખાસ કરીને એ લોકો જેમણે તાલિબાન સામે ટક્કર લેવા અમેરિકા અને તેના સૈનિકોનો સાથ આપ્યો છે. હવે તાલિબાનો તેમનો જીવ લેવાના એ ચોક્કસ.

સત્ય તો એ છે કે તાલિબાન એક આતંકી સંગઠન છે, વાંદરાના હાથમાં તલવાર ન અપાય તેમ આતંકીઓના હાથમાં સત્તા, શાસન ન જ અપાય. આતંકી ક્યારેય સર્જન ન કરે, તે વિસર્જન જ કરે કેમકે તેમની માનસિકતા જ અરાજક, અસામાજિક, વિઘટનકારી હોય છે.

દુર્ભાગ્યે આપણા દેશના કેટલાક તત્વો તાલિબાનોને અફઘાનિસ્તાનમાં સત્તા હાંસિલ કરવા માટે અભિનંદન આપવા અધીરા થયા છે. આતંકીઓની જાનમાં નાચવાવાળા આ તત્વો ભારતીય તાલિબાની જ છે. તેમના પર લગામ લાગવી જોઈએ. આ તત્વો દેશનું ભલું ક્યારેય નહિ ઈચ્છે.

આ પણ વાંચોઃ File GSTR-1: હવે વેપારીઓ બે મહિના રિટર્ન ન ભરે તો આ તારીખથી GSTR-1 ફાઈલ નહીં કરી શકે- વાંચો વેપારીઓ માટે મહત્વની વાત

નોંધઃ આ આર્ટિકલમાં લેખક માત્ર પોતાનો મંતવ્ય રજૂ કરે છે.

Whatsapp Join Banner Guj