File GSTR-1: હવે વેપારીઓ બે મહિના રિટર્ન ન ભરે તો આ તારીખથી GSTR-1 ફાઈલ નહીં કરી શકે- વાંચો વેપારીઓ માટે મહત્વની વાત

File GSTR-1: જીએસટીઆર-1 ફોર્મમાં બિઝનેસ ટુ બિઝનેસ અને બિઝનેસ ટુ કન્ઝ્યુમરના વેચાણની તથા એક્સપોર્ટની સ્ટોક સમરી અને ઇન્વોઈસ સહિતની વિગતો એચએસએન કોડ સાથે આપવામાં આવે છે

બિઝનેસ ડેસ્ક, 29 ઓગષ્ટઃ File GSTR-1: જે વેપારીઓએ તેમના માસિક રિટર્ન બે મહિના સુધી નહિ ફાઈલ કર્યા હોય તેમને પહેલી સપ્ટેમ્બરથી જીએસટીઆર-1 ફોર્મ ભરવા દેવામાં આવશે જ નહિ. જીએસટીઆર-1 ફોર્મમાં બિઝનેસ ટુ બિઝનેસ અને બિઝનેસ ટુ કન્ઝ્યુમરના વેચાણની તથા એક્સપોર્ટની સ્ટોક સમરી અને ઇન્વોઈસ સહિતની વિગતો એચએસએન કોડ સાથે આપવામાં આવે છે.

પરિણામે ખરીદી કરનારા વેપારીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી શકશે નહિ. તેને પરિણામે રિટર્ન ફાઈલ(File GSTR-1) ન કરનારા વેપારી સાથે ધંધો કરવાનું જ મોટાભાગના વેપારીઓ બંધ કરી દેશે. તેમ જ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળતી પણ અટકી જશે.

આ પણ વાંચોઃ kamasutra name book burned by bajrang dal: બજરંગ દળના કાર્યકરોએ ‘કામસૂત્ર’ નામના પુસ્તકમાં આગ લગાવી, વીડિયો થયો વાયરલ- વાંચો વિગત

વેપારી દ્વારા જીએસટીઆર-3બી ફાઈલ ન કરવામાં આવ્યું હોય તો તેવા સંજોગોમાં તેમને જીએસટીઆર-1 ફાઈલ કરવા દેવું જોઈએ નહિ. જીએસટીઆર-1માં વેપારી દ્વારા કરવામાં આવેલા આઉટવર્ડ સપ્લાયની વિગતો આપવાની હોય છે. તેની સામે જીએસટીઆર 3-બીમાં ખરીદી અને વેચાણના ફિગર આપવાના હોય છે.

જીએસટીઆર-3બીમાં ખરીદી અને વેચાણની વિગતો આપવામાં આવે છે. તેમાં ટેક્સ લેવા અને ભરવા વચ્ચેનો ગાળો પણ દર્શાવવાનો હોય છે. ખરીદી વખતે જમા કરાવેલા જીએસટી અને વેચાણ કરતી વખતે વસૂલેલા જીએસટી વચ્ચેનો ગાળો દર્શાવીને તે ભરી દેવાનો હોય છે.

આ પણ વાંચોઃ Azaadi ka amrit mahotsav: સમારંભમાંથી દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂની તસવીર દૂર કરવાને લઈ હોબાળો,રાહુલે કહી આ વાત

આ વિગતો સાથેનું જીએસટીઆર-3બી ફાઈલ ન કરે તો તેની પાસેથી માલ લેનારને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળતી નથી. પરિણામે ખરીદી કરનાર વેપારીની વર્કિંગ કેપિટલ બ્લોક થઈ જાય છે.  બીજા મહિનાની 11મી તારીખ સુધીમાં અગાઉના બે માસના જીએસટીઆર-3બી જમા ન કરાવે તો તેમને જીએસટીઆર-1માં આઉટવર્ડ સપ્લાયની વિગતો અપલોડ કરવાની છૂટ મળશે જ નહિ.

આ ફોર્મ ભરીને વેપારી તેણે ભરવાનો થતો બાકી વેરો જમા કરાવે છે. જે મહિનાનું રિટર્ન હોય તેની પછીના મહિનાની 20થી 24મી તારીખના ગાળા સુધીમાં આ રકમ તેમણે જમા કરાવી દેવાની હોય છે. સીજીએસટીના નિયમ નંબર 59 (6) હેઠળ જ ચોક્કસ કિસ્આઓમાં રિટ્ન ફાઈલ કરવા પર અંકુશ આવી જાય છે.

Whatsapp Join Banner Guj