CM vijay rupani

govt announce 3 crore prize for bhavina: રુપાણી સરકારની મોટી જાહેરાત સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલને આપશે 3 કરોડનું ઇનામ- વાંચો વિગત

govt announce 3 crore prize for bhavina: રૂપાણી સરકાર તરફથી ભાવિના પટેલ માટે 3 કરોડના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર ભાવિનાને સરકારી નોકરી પણ આપશે

ગાંધીનગર, 29 ઓગષ્ટઃ govt announce 3 crore prize for bhavina: ટોક્યો પેરાઓલિમ્પિકમાં મહિલા ટેબલ ટેનિસ ક્લાસ-4ના ફાઈનલમાં સિલ્વર મેડલ જીતીને દુનિયાભરમાં ભારત અને ગુજરાતનું નામ રોશન કરનાર ભાવિના પટેલ પર ગુજરાત સરકારે પુરસ્કારનો વરસાદ કર્યો છે. રૂપાણી સરકાર તરફથી ભાવિના પટેલ માટે 3 કરોડના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર ભાવિનાને સરકારી નોકરી પણ આપશે.

ટોક્યોમાં રમાતી પેરાઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કરનારી ભાવિના પટેલને રાજ્ય સરકારે ત્રણ કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કર્યુ છે.આ ઉપરાંત ભાવિના પટેલને રાજ્ય સરકાર સરકારી નોકરી પણ આપશે તેવો નિર્ણય કરાયો છે. વિશ્વભરમાં ગુજરાતનું નામ રોશન કરનારી ભાવિના પટેલને લઈને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વિટ કરીને શુભેચ્છાઓ પાઠવી છે.તેઓએ ટ્વિટ કરતા લખ્યુ છે, કે નેશનલ સ્પોર્ટસ ડેના દિવસે પેરાઓલિમ્પિકમાં સિલ્વર મેડલ રાષ્ટ્રને ભેટ આપવા બદલ ગુજરાતની દિકરી ભાવિના પટેલને હૃદયપૂર્વના અભિનંદન.દરેક ગુજરાતી અને ભારતીયને ભાવિના પર ગર્વ છે.ભાવિનાની ઐતિહાસિક સિદ્ધિ અસંખ્ય ખેલાડીઓને પ્રેરણા આપશે.

આ પણ વાંચોઃ File GSTR-1: હવે વેપારીઓ બે મહિના રિટર્ન ન ભરે તો આ તારીખથી GSTR-1 ફાઈલ નહીં કરી શકે- વાંચો વેપારીઓ માટે મહત્વની વાત

જાપાનનાં ટોક્યોમાં ચાલી રહેલી પેરાઓલિમ્પિકમાં મહિલા ટેબલ ટેનિસ ક્લાસ-4ના ફાઈનલમાં ગુજ્જુ ગર્લ ભાવિના પટેલ હારી જતા સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો છે. ફાઈનલ મેચમાં ભાવિનાને ચીનની ખેલાડી ઝોઉ યિંગે સીધા સેટમાં 3-0થી પરાજય આપ્યો હતો. ચીનની ખેલાડીએ પેરા ઓલિમ્પિકમાં ત્રીજીવાર ગોલ્ડ મેડલ જીત્યો છે. અગાઉ ભાવિના પટેલે સેમિફાઈનલમાં ઝાંગ મિયાઓને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી મારી હતી

Whatsapp Join Banner Guj