Zona del Silencio

The zone of silence: એક એવી જગ્યા જ્યાં કોઇપણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કામ કરતુ બંધ થઇ જાય છે- વાંચો જગ્યા વિશે

The zone of silence: દુનિયામાં એક એવી જગ્યા પણ છે જ્યાં કોઇ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કામ કરતુ નથી

જાણવા જેવુ, 29 ઓગષ્ટઃThe zone of silence: વિજ્ઞાન અને ટેક્નોલોજી ખૂબ જ આગળ વધી ગઇ છે, તેની સાથે આપણે પણ ટેક્નોલોજીને આધિન બની ગયા છીએ. કોઇ જગ્યાએ ગયા હોઇએ અને નેટવર્ક ન પકડાય તો આપણ ચિંતામાં આવી જઇએ છીએ. પરંતુ દુનિયામાં એક એવી જગ્યા પણ છે જ્યાં કોઇ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કામ કરતુ નથી.

આ પણ વાંચોઃ About afghanistan crisis: અફઘાનિસ્તાન – આખલાઓ વચ્ચે અફઘાની પ્રજા

આ જગ્યાને `ધ ઝોન ઓફ સાઇલેન્સ’ કહેવામાં આવે છે. જો કોઇ ભુલથી પણ પોતાનું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ આ સ્થળે લઇ જાય તો તે બંધ થઇ જાય છે. કહેવામાં આવે છે કે કંઇક એવુ છે જે રેડિલ સંસ્કરણની સાથે કામ કરતુ નથી. આ વાત મેક્સિકોમાં આવેલા ચિહુઆહુઆ રેગિસ્તાનની છે. આજ સુધી કોઇ આ સ્થળ વિશે સમજી શક્યુ નથી કે શા માટે અહીં આવતા જ તમામ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કામ કરતુ બંધ થઇ જાય છે.

આ પણ વાંચોઃ kamasutra name book burned by bajrang dal: બજરંગ દળના કાર્યકરોએ ‘કામસૂત્ર’ નામના પુસ્તકમાં આગ લગાવી, વીડિયો થયો વાયરલ- વાંચો વિગત
એક રિપોર્ટ અનુસાર, અમેરિકાથી એક પરિક્ષણ રોકેટ અહીંથી પસાર થયું, ત્યારે વૈજ્ઞાનિકે આ સ્થળ પર પહોંચ્યા તો દિશા કમ્પાસ અને જીપીએસ ચક્રની જેમ ફરવા લાગ્યા. એટલે અહીં કોઇ પણ ડિવાઇસ કામ કરવાનું તરત જ બંધ કરી દે છે. એમ પણ માનવામાં આવે છે કે આ જગ્યાએ ઉલ્કાપિંડ પડ્યું હતું. પહેલુ ઉલ્કાપિંડ 1938માં અને બીજુ ઉલ્કાપિંડ 1954માં આ સાઇટને અથડાયું હતું. ત્યારથી ઘણા લોકો આ અલૌકિક હોવાનો દાવો કરે છે. તો ઘણા લોકો અજબ ગજબ વાર્તા બનાવી રહ્યાં છે. પરંતુ આજ સુધી અહીં કોઇ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કેમ કામ નથી કરતુ તે એક રહસ્ય છે.

Whatsapp Join Banner Guj