Corn silk benefits

Corn silk benefits: મકાઈના રેશા છે સ્વાસ્થ્ય માટે લાભદાયી- વાંચો ફાયદા

Corn silk benefits: મકાઈના રેશા માં પોટેશિયમ, કેલ્શિયમ અને વિટામિન B2, વિટામિન C, વિટામિન K જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો રહેલા છે

હેલ્થ ડેસ્ક, 23 ઓગષ્ટઃ Corn silk benefits: વરસાદની મોસમમાં મકાઈનો સ્વાદ સૌને ભાવે છે. શેકેલી મકાઈ ખાવાનું દરેકને પસંદ હોય છે. તમને જણાવી દઈએ કે મકાઈ માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ તેમાં વિટામિન, મિનરલ્સ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ શું તમે જાણો છો કે મકાઈ ના રેશા પણ એટલા જ ફાયદાકારક છે.

આપણામાંના મોટાભાગના તેમને નકામું ગણી ને ફેંકી દે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે મકાઈના રેશા માં પોટેશિયમ, કેલ્શિયમ અને વિટામિન B2, વિટામિન C, વિટામિન K જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો મળી આવે છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરી શકે છે. તો ચાલો જાણીએ મકાઈ ના રેશા ના ફાયદાઓ વિશે.

આ પણ વાંચોઃ Aja ekadashi: શ્રાવણ મહિનાની એકાદશીને અજા કે જયા એકાદશી કહેવામાં આવે છે, વાંચો અજા એકાદશી વ્રત કથા

Advertisement
  • મકાઈમાં મિનરલ્સ અને વિટામિન્સ જેવા ગુણ હોય છે, જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. મકાઈના રેશા નું સેવન ધમનીઓમાં એકઠા થયેલા કોલેસ્ટ્રોલને દૂર કરવાનું કામ કરી શકે છે.
  • મકાઈ ના રેશા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આમાં રહેલા ગુણો ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
  • મકાઈનું સેવન કરવાથી પાચનક્રિયા સારી રહે છે. મકાઈના રેશા માં ફાઈબર મળી આવે છે, જે પાચન માટે સારું માનવામાં આવે છે.
  • મકાઈના રેશા માં  વિટામિન સી જેવા ગુણો જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરી શકે છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને ઘણા ચેપથી બચાવવામાં મદદ કરી શકે છે.

આ પણ વાંચોઃ Jaineeraj play tarak mehta in TMKOC: ટૂંક સમયમાં જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળશે નવા મહેતા સાહેબ

Gujarati banner 01