swami viditatmanand ji

Swamiji ni vani Part-28: સંજોગોવશાત્‌ જૂઠું બોલવું પડે તો તે બોલનારને અસત્ય બોલવાનું પાપ લાગતું નથી !’

Swamiji ni vani Part-28: ધર્મ અતિ સૂક્ષ્મ છે: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

whatsapp banner

ધર્મ ડેસ્ક, 24 માર્ચ: Swamiji ni vani Part-28: ધર્મ સૂક્ષ્મ છે. તે ખૂબ જ સમજણ કે વિચાર માગી લે છે. ધર્મના તત્ત્વનો ર્નિણય કરવો એ સરળ વાત નથી. ધર્મ સામાન્ય સૂચના આપે કે ‘સત્ય બોલવું’, પરંતુ પ્રશ્ન થાય છે કે અમુક સંજોગોમાં સત્ય બોલવાથી અન્ય કોઈને હાનિ થતી હોય ત્યારે પણ સત્યને પકડી રાખવું ? પ્રશ્ન કરનાર દાખલો આપે કે એક સાધુ જંગલમાં ઝૂંપડી બાંધીને રહેતા હતા અને તેમણે સત્ય જ બોલવાનો નિર્ધાર કર્યો હતો. એક સમયે તે ઝૂંપડીમાં બેઠા હતા ત્યારે એક માણસ દોડતો આવ્યો અને કહેવા લાગ્યો :

‘મહારાજ ! મને રક્ષણ આપો. મારી પાછળ એક માણસ પડ્યો છે અને જોે તે મને પકડી પાડશે તો મને મારી નાખશે.’
સાધુએ કહ્યું : ‘જા, પેલા ખાટલાની નીચે છુપાઈ જા.’ દશ મિનિટ પછી બીજો માણસ આવ્યો અને પૂછવા લાગ્યો : ‘મહારાજ ! હમણાં આ તરફ એક માણસ આવેલો તેને તમે જોયો છે ?’ સત્યને વરેલો આ સાધુ જો એમ કહે ‘હા, મેં જોયો છે, એ ત્યાં છુપાયેલો છે’, તો તમે તરત જ બોલી ઊઠશો : ‘સ્વામીજી, આવું સત્ય બોલાય ? આને સત્ય કહેવાય ?’

કયા સંજોગોમાં કોને સત્ય કહેવાય એ પણ વિચાર માગી લે છે. સામાન્ય રીતે સત્ય બોલવું તે બરોબર છે, પણ ઘણી વખત એવા કપરા સંજોગો ઊભા થતા હોય છે જ્યારે ર્નિણય કરવો એ અઘરું અને અગત્યનું બને છે.

આ પણ વાંચો:- Holi: રંગો ઠલવાતા જાય એ સ્નેહ ને લાગણી અપરંપાર

Holika Dahan 2024 Muhurat: ક્યારે કરવામાં આવશે હોલિકા દહન, જાણો શુભ મુહૂર્ત સમય અને પૂજા વિધિ

આમ, ધર્મ દેશ, કાળ અને સંજોગો અનુસાર અર્થઘટનની અપેક્ષા રાખે છે અને તે મુજબ આપણે તેનું પાલન કરવાનું હોય છે. નહીં તો પછી શ્રીરામચંદ્રજી જેવા સત્યનિષ્ઠ અને વીર પુરુષ વાલીને પાછળથી બાણ મારે ? હજી પણ લોકોને આ વાત ગળે ઊતરતી નથી કે રામચંદ્રજીએ આમ કેમ કર્યું ? કેમ તેમણે પોતાની પત્નીનો ત્યાગ કર્યો ? આ પ્રશ્નો જેમ આપણા મનમાં જન્મે છે તેમ તેમના મનમાં પણ જન્મ્યા જ હશે ને ? પણ વાલીને વરદાન હતું કે તેની સામેથી કોઈ તેનો સામનો કરે તો સામનો કરનારનું અડધું બળ વાલીને મળી જાય, તેથી આમ પહેલી નજરે જે અધર્મ જણાય તેનો પણ ક્યારેક આશરો લેવો પડે. જેનાથી વ્યાપક જનહિત થતું હોય તેવો દેખીતો અધર્મ પણ ક્યારેક આચરવો પડે અને ત્યારે તે ધર્મ બની જાય છે.

સત્યનો હેતુ પણ શો છે ? સૌનું હિત થાય તે. મહાભારતમાં પણ યુધિષ્ઠિરની ‘अश्वत्थामा हत :’ વાળી ઘટના આવે છે. દ્રોણાચાર્યજીએ યુધિષ્ઠિરને પૂછ્યું કે મારો પુત્ર અશ્વત્થામા હણાયો એ વાત સાચી ? યુધિષ્ઠિર તો સત્યના પ્રખર હિમાયતી હતા. જીવનમાં ક્યારેય જૂઠું બોલ્યા ન હતા. તેથી તેમના મનમાં સંઘર્ષ હતો. ત્યારે ભગવાને તેમને કહ્યું, ‘તમે દ્રોણથી આપણી સેનાને બચાવો.’ દ્રોણાચાર્ય જે રીતે યુદ્ધ કરી રહ્યા છે તે જોતાં તો સમગ્ર પાંડવસેનાનો અડધા દિવસમાં જ વિનાશ થઈ જશે. કોઈના પ્રાણનું રક્ષણ કરવા માટે સંજોગોવશાત્‌ જૂઠું બોલવું પડે તો તે બોલનારને અસત્ય બોલવાનું પાપ લાગતું નથી !’

આ ઉલ્લેખ કરવાનો હેતુ એ છે કે આપણે કોઈ પણ વિષયમાં દુરાગ્રહી ન બની જવું જોઈએ. ઘણા માણસો ‘ધર્મ, ધર્મ’ કરીને તેનું પાલન કરવામાં દુરાગ્રહી બની જાય છે. એ લોકો ઘણી વખતે વાસ્તવિક નથી રહેતા. સૂક્ષ્મતાથી વિચાર્યા વગર, માત્ર કોઈ આગ્રહને પકડી રાખી તે લોકો પોતાને તથા અન્યને પણ નુકસાન પહોંચાડતા હોય છે.

વાહન ડાબી બાજુ હંકારવું એ નિયમ છે તેથી તેમ કરવું એ નાગરિકનો ધર્મ બની રહે છે અને જમણી બાજુ હંકારવું એ અધર્મ છે. પરંતુ હું ડાબી બાજુ વાહન હંકારતો હોઉં અને અચાનક કોઈ માણસ સામે આવીને ઊભો રહે ત્યારે તેને બચાવી લેવા હું જમણી બાજુ હંકારી લઉં તો તે ધર્મ જ કહેવાય. નિયમની પાછળનો હેતુ સલામતી જાળવવાનો છે. નિયમના કે ધર્મના પાલન ને લીધે જો સલામતીનો જ ભોગ આપવો પડતો હોય તો તેવું પાલન ધર્મ ન કહેવાય. એટલે કે ધર્મની સૂક્ષ્મતા, તેની પાછળનું દૃષ્ટિબિંદુ સમજવું આવશ્યક છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *