holi 24

Holi: રંગો ઠલવાતા જાય એ સ્નેહ ને લાગણી અપરંપાર

hasmukh patel 1
હસમુખ બી. પટેલ ‘હર્ષ’-‘પરખ
whatsapp banner

Holi: મનગમતા સંગાથી મળે, છંટાય અબીલગુલાલ એ હોળી ધુળેટીની સવાર છે;
મોજ મજા મસ્તી કરીને રંગો ઠલવાતા જાય એ સ્નેહ ને લાગણી અપરંપાર છે.

વિભક્ત થઈ રહ્યા છે આજકાલ સહવાસ ને સંબંધ બધા ગૂંચવાયેલા દોરા;
એમાંયે એકમેકને જોડી રાખે, બાંધી શકે એવા લાલગુલાબી રંગોના તાર છે.

ના રંગતા અબોલ જીવોને, કાયમ શું કામ લેવા અબોલ જીવોના નિ:શ્વાસ;
રક્ષા કરવા અબોલ જીવની કેસુડો ને ગુલાલના વિશ્વાસની અહીં ધાર છે.

રંગ સંગ જલદી વહી જાય છે સમય, પ્રદક્ષિણા પ્રગટેલ હોળીની આસ્થા સહ;
પ્રેમ, લાગણી, શ્રધ્ધા, સ્નેહના રંગની ‘પરખ’, એ જ ‘હર્ષ’ની ધુળેટીનો સાર છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો