Ambaji miyawaki farming

Ambaji miyawaki farming: અંબાજીમાં ઓક્સીજનના ફેફસા શક્તિપીઠ બને તે માટે મિયાવાકી જાપાની ટેક્નોલોજીથી આ વનીકરણ કરવામાં આવ્યું…

Ambaji miyawaki farming: મિયાવાકી ફોરેસ્ટ પ્લાન્ટેશન ગબ્બર જતા માર્ગ પર પાંચ એકર જમીન વિસ્તારમા આયુર્વેદિક અને જંગલી વૃક્ષોનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 13 ફેબ્રુઆરી: Ambaji miyawaki farming: અંબાજીના ગબ્બરગઢ ઉપર જતા માર્ગ પર મિયાવાકી ફોરેસ્ટ પ્લાન્ટેશન વાળું બોર્ડ વાંચી જોકી જશો નહીં પણ આ એક જાપાની ટેક્નોલોજીથી વન કવચ કે જંગલ ની સુરક્ષા માટે જાપાની ટેક્નોલોજીથી વનીકરણની કામગીરી બનાસકાંઠા જિલ્લા વન્યપ્રાણી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

આ મિયાવાકી ફોરેસ્ટ પ્લાન્ટેશન ગબ્બર જતા માર્ગ પર પાંચ એકર જમીન વિસ્તારમા આયુર્વેદિક અને જંગલી વૃક્ષોનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને પથરાળ અને ઢાળ ઢોળાવ વાળો વિસ્તાર હોવાથી અહીં ફુવારા અને ટપક પદ્ધતિ થી વૃક્ષો નું ઉછેર કરવામાં આવી રહ્યું છે.

આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી અધિકારીઓ સાથે આ મિયાવાકી ફોરેસ્ટ પ્લાન્ટેશન વિસ્તારની મુલાકાત કરી હતી. ને જાપાની ટેક્નોલોજીથી થઇ રહેલા વનીકરણની સમીક્ષા કરી હતી ને ખાસ કરી સૂકાભટ ડુંગરોમાં હરિયાળી લાવી સારો વરસાદ લાવવા તેમજ ધરતી ને પાણીદાર બનાવવા માટે આ ટેક્નોલોજીથી વનીકરણ નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

શંકરભાઇ ચૌધરી એ જણાવ્યું હતું કે ઓક્સીજનના ફેફસા શક્તિપીઠ બને તે માટે મિયાવાકી જાપાની ટેક્નોલોજી થી આ વનીકરણ કરવામાં આવી રહ્યું છે જેમાં તમામ ઝાડ નજીક નજીક રાખી ધરતી પર ઘાસ પણ પાથરવામાં આવ્યું છે જેના થી ભેજ ઉડી ન જાય તેવી કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Governor appointment: 13 રાજ્યોને નવા ગવર્નર મળ્યા, જાણો કોની બદલી થઈ અને કોને ખુરશી મળી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો