INCOME TAX

Income tax free limit: બજેટ 2023માં વધશે ઇન્કમ ટેક્સ ફ્રી લિમિટ! વાંચો વિગતે…

Income tax free limit: છેલ્લા ૯ વર્ષમાં ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી થયો

નવી દિલ્હી, 18 જાન્યુઆરી: Income tax free limit: મોદી સરકારનો આ બીજા કાર્યકાળ છે. પહેલો કાર્યકાળ વર્ષ ૨૦૧૪મા શરૂ થયો હતો. તે દરમિયાન સત્તામાં આવતાની સાથે જ સરકારે કરદાતાઓને ખૂબ મોટા સારા સમાચાર આપ્યા હતા. સરકારે ઇન્કમ ટેક્સ ફ્રી લિમિટને ૨ લાખ રૂપિયાથી વધારીને ૨.૫ લાખ કરી હતી. પરંતુ, એ પછી છેલ્લા ૯ વર્ષમાં ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી થયો. પરંતુ, વર્ષ ૨૦૨૩મા મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ છે.

એવામાં અર્થશા†ીથી લઈને નાણાકીય નિષ્ણાતો સુધી દરેક માની રહ્યા છે કે, ટેક્સ ફ્રી લિમિટ વધશે. બજેટ ૨૦૨૩ થોડા દિવસોમાં જ રજૂ થવાનું છે. મોદી સરકાર તરફથી લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પહેલાનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. જ્યારે આ બજેટમાં, મોદી સરકાર તરફથી ઘણી જાહેરાતો કરવામાં આવે તેવી સંભાવનાઓ છે.

આ સાથે જ મધ્યમ વર્ગના લોકોને પણ આ વખતના બજેટમાં ટેક્સમાં છૂટ મળવાની આશા છે. જા કે, બજેટ પહેલા અમે તમને જણાવવાના છે કે હાલમાં કયા સ્લેબ હેઠળ ઈન્કમ પર ટેક્સ આપવામાં આવે છે. હાલમાં ભારતમાં કર વ્યવસ્થાઓ હેઠળ આવકવેરો આપવામાં આવે છે. જેમાં એકનું નામ છે ઓલ્ડ ટેક્સ રેજીમ અને બીજાનું નામ છે ન્યુ ટેક્સ રેજીમ આ બંને વ્યવસ્થાઓમાં અલગ-અલગ સ્લેબ મુજબ ટેક્સ વસૂલવામાં આવે છે.

નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ની વાત કરીએ તો, આ નાણાકીય વર્ષમાં, અલગ-અલગ આવક પર ૫ ટકાથી ૩૦ ટકા સુધી ટેક્સ વસૂલવામાં આવે છે. જ્યારે, તેમાં ૧૦ ટકા ટેક્સને લઈને એક મહત્વપૂર્ણ વાત છે જે લોકોએ જાણી લેવી જાઈએ. ખરેખર, જા કોઈ વ્યÂક્ત દ્ગી ્‌ટ્ઠટ ઇીખ્તૈદ્બી મુજબ ટેક્સ ફાઇલ કરે છે અને તેની આવક વાર્ષિક ૫ લાખ રૂપિયાથી લઈને ૭.૫ લાખ રૂપિયા છે તો તેણે ૧૦ ટકા ટેક્સ ચૂકવવો પડશે, પરંતુઙ્મઙ્ઘ ્‌ટ્ઠટ ઇીખ્તૈદ્બીમાં આવું નથી.

ખરેખર૧૦ ટકા ટેક્સની કોઈ જાગવાઈ જ નથી. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩મા, જા કોઈ વ્યÂક્તગત રીતે જેની ઉંમર ૬૦ વર્ષથી ઓછી છે તે ટેક્સ ફાઇલ કરે છે તો તેણે ૨.૫ લાખથી ૫ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર ૫ ટકા ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે, ૫ લાખથી ૧૦ લાખ રૂપિયા વાર્ષિક આવક પર તેણે ૨૦ટકા ટેક્સ ચૂકવવો પડશે.

આ પણ વાંચો: Increase in electricity rates in gujarat: ૧.૪૦ કરોડ ગુજરાતીઓને મોટો ઝટકો, વીજદરમાં આટલા પૈસાનો ધરખમ વધારો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો