CNG Price increase for vehicles

Again CNG prices rise: આજથી ફરી રાજ્યમાં CNGના ભાવમાં આટલા રુપિયાનો વધારો- વાંચો વિગત

Again CNG prices rise: આજથી અમલમાં આવે તે રીતે વધુ રૂપિયા બે ના વધારાની જાહેરાત કરી

અમદાવાદ, 07 એપ્રિલઃ Again CNG prices rise: એક જ સપ્તાહમાં CNGના ભાવમાં બીજી વખત વધારાની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ પ્રતિ કિલો રૂપિયા પાંચના વધારા બાદ અદાણી ટોટલ ગેસે આજથી અમલમાં આવે તે રીતે વધુ રૂપિયા બે ના વધારાની જાહેરાત કરી છે. હવે અમદાવાદમાં CNG નો ભાવ રૂ. 81.59 પ્રતિ કિલો થશે.

કેન્દ્ર સરકારે વહીવટી અંકુશ નેચરલ ગેસના ભાવમાં ગુરુવારે બમણાથી પણ વધારે ભાવ વધારો જાહેર કરતા તેની વિતરણ કરતી ગેસ કંપનીઓએ અગાઉ ભાવમાં વૃદ્ધિ જાહેર કરી હતી.

અમદાવાદ શહેરમાં અદાણી ટોટલ ગેસ મુખ્ય વિતરક છે અને કંપનીએ CNGના ભાવમાં કિલોએ રૂપિયા પાંચની વૃદ્ધિ જાહેર કરી હતી.એક સપ્તાહમાં CNG નો ભાવ રૂ.75.59 થી વધી હવે રૂ.81.59 થઈ ગયો છે.

આ પણ વાંચોઃ Al-Qaeda Leader Ayman Al-Zawahiri is ALIVE: અલ-કાયદાનો ખૂંખાર અને નંબર 2 આતંકવાદી અલ-ઝવાહિરી હજુ જીવતો, ‘હિજાબ વિવાદ’ પર ઝેર ઓક્યુ

આ પણ વાંચોઃ Allu Arjun broke the Rule: આખરે પોલીસ સામે નમ્યો પુષ્પા ફેમ અલ્લુ અર્જુન- વાંચો શું છે મામલો?

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.