exam for job

CA Exam New Date: લોકસભાની ચૂંટણીને પગલે CAની પરીક્ષાઓમાં બદલાવ, નવી તારીખો થઇ જાહેર- વાંચો વિગત

CA Exam New Date: નવા ટાઈમ ટેબલ મુજબ ઈન્ટરમીડિએટમાં ગ્રુપ-1ની પરીક્ષા 3,5 અને 9મી મેએ લેવાશે. ગ્રુપ-2ની પરીક્ષા 11, 15 અને 17મી મેએ લેવાશે

whatsapp banner

નવી દિલ્હી, 20 માર્ચઃ CA Exam New Date: લોકસભાની ચૂંટણીને પગલે આઈસીએઆઈ દ્વારા સીએની પરીક્ષાઓમાં ફેરફાર કરવામા આવ્યો છે અને કેટલીક પરીક્ષાઓ રિશિડ્યુલ કરી દેવામા આવી છે. જેમાં સીએ ઈન્ટરમીડિએટ અને સીએ ફાઈનલની પરીક્ષાઓ છે. જ્યારે ફાઉન્ડેશન પરીક્ષાઓની તારીખોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેઈઈ મેઈનની સેશન-૨ તથા યુજી મેડિકલ પ્રવેશની નીટ પરીક્ષાની તારીખોમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી.

આ પણ વાંચોઃ Black neck home Remedies: ગરદન પરની કાળાશ દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપાય, સ્કિન પર આવશે ચમક

નવા ટાઈમ ટેબલ મુજબ ઈન્ટરમીડિએટમાં ગ્રુપ-1ની પરીક્ષા 3,5 અને 9મી મેએ લેવાશે. ગ્રુપ-2ની પરીક્ષા 11, 15 અને 17મી મેએ લેવાશે. અગાઉ 3,5 અને 7મેના રોજ ગ્રુપ-1 અને 9, 11 અને 13મી મેના રોજ ગ્રુપ-2ની પરીક્ષા હતી. હતી. પરંતુ 7મીમેએ ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં ચૂંટણી છે. આ ઉપરાંત સીએ ફાઈનલમાં ગ્રુપ-1ની પરીક્ષા હવે 2,4 અને 8મી મેએ લેવાશે તથા ગ્રુપ- 2ની પરીક્ષા 10, 14  અને 16મીમેએ લેવાશે.

અગાઉ ગ્રુપ-1ની પરીક્ષા 2, 4 અને 6મેએ તેમજ ગ્રુપ-2ની પરીક્ષા 8, 10 અને 12મી મેએ હતી. જ્યારે સીએ મેમ્બર્સ માટેની પરીક્ષા એવી મે ઈન્ટરનેશનલ ટેક્સેશનન એસેસમેન્ટ ટેસ્ટ હવે 14 અને 16મી મેના રોજ લેવાશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો