Khel Ratna Award 2021

Khel Ratna Award 2021: નીરજ ચોપડા સહિત આ ખેલાડીઓને ખેલ રત્નનુ એલાન- વાંચો કોણ-કોણ છે આ યાદીમાં સામેલ?

Khel Ratna Award 2021: ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સને કારણે આ વર્ષે સ્પોર્ટ્સ એવોર્ડની જાહેરાત

સ્પોર્ટ્સ ડેસ્ક, 27 ઓક્ટોબરઃ Khel Ratna Award 2021: ટોક્યો ઓલિમ્પિક 2021માં ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીતનાર એથલીટ નીરજ ચોપરાની આ વર્ષના મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર (Khel Ratna Award 2021)માટે પસંદગી કરવામાં આવી છે. નીરજ ઉપરાંત, 10 અન્ય ખેલાડીઓ, જેમાં ટોક્યો ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં પોતાનુ કરતબ બતાવી ચૂકેલા કેટલાક અન્ય ખેલાડીઓ, મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ અને ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રી સહિત અન્ય 10 ખેલાડીઓને પણ દેશના સર્વોચ્ચ રમત સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે, આ પહેલીવાર છે જ્યારે એક સાથે 11 ખેલાડીઓને ખેલ રત્ન એનાયત કરવામાં આવશે.

નીરજ ચોપરા, મિતાલી રાજ, સુનીલ છેત્રી ઉપરાંત કુસ્તીબાજ રવિ દહિયા, બોક્સર લવલીના બોરગોહેન, હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ, બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગત, જેવેલીન થ્રો એથ્લેટ સુમિત અંતિલ, શૂટર અવની લેખરા, બેડમિન્ટન ખેલાડી કૃષ્ણા નાગર અને નિશાનેબાજ એમ નારવાલનો સમાવેશ છે. બીજી બાજુ શિખર ધવન સહિત 35 ખેલાડીઓની અર્જુન પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Important decision farmers: સિંચાઇની સમસ્યાને લઇ ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય- વાંચો વિગત

મોકૂફ રાખવામાં આવી હતી, જેના કારણે આ વખતે એવોર્ડ્સ મોડા પડ્યા છે. આ પહેલીવાર છે જ્યારે એક જ સમયે આટલા બધા ખેલાડીઓને ખેલ રત્ન માટે પસંદ કરવામાં આવ્યા છે.ગયા વર્ષે 5 ખેલાડીઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ વખતે ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ખેલાડીઓએ દેશનુ નામ રોશન કર્યુ. નીરજ સહિત ટોક્યો ઓલિમ્પિકમાં દેશનું નામ રોશન કરનાર 4 મેડલ વિજેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે ટોક્યો પેરાલિમ્પિક્સના અનેક વિજેતાઓમાંથી આ વખતે 5 ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. 11 ખેલ રત્ન ઉપરાંત, રાષ્ટ્રીય રમત પુરસ્કારો માટે તૈયાર કરાયેલ સમિતિએ 35 અર્જુન પુરસ્કારોની પણ જાહેરાત કરી હતી.

નીરજ ચોપરાએ 7 ઓગસ્ટ 2021 ના ​​રોજ ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક પ્રદર્શનમાં ભારત માટે પુરુષોના ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. તેણે ફાઇનલમાં 87.58 મીટરના થ્રો સાથે એથ્લેટિક્સમાં ભારત માટે ઓલિમ્પિક ઇતિહાસમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. એટલું જ નહીં, તે ઓલિમ્પિક ગેમ્સમાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર માત્ર બીજો ભારતીય ખેલાડી બન્યો. ત્યારથી, ખેલ રત્ન માટે તેનું નામ લગભગ નક્કી થઈ ગયું હતું. નીરજ એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ ધરાવે છે.

Whatsapp Join Banner Guj