Grand Aarti at Narmada Ghat

Narmada Maha Aarti: SoU પ્રોજેક્શન મેપિંગ શૉ ( લેસર શો ) અને નર્મદા મહા આરતીના સમયમાં ફેરફાર

Narmada Maha Aarti: ૧૩ એપ્રિલ 2024 થી પ્રોજેક્શન મેપિંગ શૉ સાંજે ૦૭.૩૦ કલાકે અને નર્મદા આરતી ૮:૧૫ કલાકે યોજાશેઃ

whatsapp banner

અમદાવાદ, 13 એપ્રિલ: Narmada Maha Aarti: સ્ટેચ્યુ ઑફ યુનિટી ઓથોરિટી અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુકતપણે એક નિર્ણય લઇને અત્રે આવનાર પ્રવાસીઓ પ્રોજેક્શન મેપિંગ શૉ અને નર્મદા મહાઆરતીનો લાભ લઇ શકે એ માટે તા. ૧૩એપ્રિલના રોજથી સાંજના ૦૭ઃ૧૫ કલાકના બદલે ૦૭ઃ૩૦ કલાકથી લેસર શૉ (પ્રોજેક્શન મેપિંગ શૉ) શરૂ કરવામાં આવશે. તે જ પ્રમાણે નર્મદા મહાઆરતી ૮ઃ૦૦ કલાકના બદલે સાંજે ૮:૧૫ કલાકથી શરૂ થશે.

આ પણ વાંચો:- ShaktiPith: માતા સતીના શરીરના અંગો પડ્યા હતા ત્યાં બન્યા શક્તિપીઠ- જાણો ક્યા ક્યા આવેલા છે આ મંદિરો?

અત્રે ઉલ્લેખનીય છે કે, લેસર શૉ માટેની લાઈટ દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે. લેસર શૉ (પ્રોજેક્શન મેપિંગ શૉ) જ્યારે સંપૂર્ણ અંધારું હોય ત્યારે વધુ સારી રીતે જોઈ શકાય તેમ હોઇ SoU સત્તામંડળના ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનાર પ્રવાસીઓના લાભાર્થે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે SoU સત્તામંડળ ના અધિક કલેકટર ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે, પ્રવાસીઓ બંને સ્થળોએ લાભ લઇ શકે એ માટે નિઃશુલ્ક ધોરણે બસ સુવિધા તમામ માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે,પ્રવાસીઓ મહાઆરતીમાં પણ ભાગ લઈ શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની બરાબર બાજુમાં આવેલ બસ સ્ટેશન ખાતેથી નર્મદા મહાઆરતી સ્થળે પહોંચવા માટે પ્લેટફોર્મ નં -૫ અને ૬ થી બસ સેવા નિઃશુલ્ક ધોરણે ઉપલબ્ધ થશે અને મહાઆરતી પૂર્ણ થતા વિવિધ પાર્કિંગ સ્થળે જવા માટે પણ બસ સુવિધા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરવા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ઓથોરિટી અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓને ઉપરોકત સેવા અને આકર્ષણનો લાભ લેવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો