Mary Kom

Mary Kom Resign: પેરિસ ઓલિમ્પિક 2024 પહેલા મેરી કોમે આપ્યું રાજીનામુ, જાણો શું છે કારણ?

Mary Kom Resign: છ વખતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર એમસી મેરી કોમે આ ઓલિમ્પિક માટે ભારતના શેફ ડી મિશનના પદ પરથી રાજીનામું આપી દીધું છે

whatsapp banner

સ્પોર્ટ્સ ડેસ્ક, 13 એપ્રિલઃ Mary Kom Resign: MC મેરી કોમે આગામી પેરિસ ઓલિમ્પિક માટે શેફ ડી મિશન ઓફ ઈન્ડિયાના પદ પરથી રાજીનામું આપ્યું છે. મેરી કોમે અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. મેરી કોમે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ પીટી ઉષાને આ અંગે પત્ર લખ્યો હતો.

આ પણ વાંચો:- Ramlalla Suryatilak: રામનવમી પર ભગવાન રામલલાના કપાળ પર સૂર્ય તિલક હશે; સફળ પરીક્ષણનો જુઓ વિડિઓ

પેરિસ ઓલિમ્પિક 2024 પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. છ વખતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર એમસી મેરી કોમે આ ઓલિમ્પિક માટે ભારતના શેફ ડી મિશનના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મેરી કોમે અંગત કારણોસર રાજીનામું આપ્યું છે.

મેરી કોમે કહ્યું કે હવે તેની પાસે કોઈ વિકલ્પ નથી. શેફ ડી મિશન કોઈપણ ઓલિમ્પિકમાં દેશની ટીમનો સૌથી મહત્વપૂર્ણ વહીવટી સભ્ય છે. ખેલાડીઓને લગતી તમામ સુવિધાઓની વ્યવસ્થા કરવાની જવાબદારી તેના પર રહે છે. કોઈપણ પ્રકારના વિવાદના કિસ્સામાં તે ખેલાડીઓનું પ્રતિનિધિત્વ કરે છે.

મેરી કોમે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ પીટી ઉષાને પત્ર લખીને તેને આ જવાબદારીમાંથી મુક્ત કરવા જણાવ્યું હતું. મેરી કોમે પીટી ઉષાને લખેલા પત્રમાં કહ્યું, ‘કોઈપણ રૂપે દેશની સેવા કરવી એ ગર્વની વાત છે. હું આ માટે માનસિક રીતે તૈયાર હતી. પરંતુ મને અફસોસ છે કે હું આ જવાબદારી નિભાવી શકીશ નહીં. હું અંગત કારણોસર ખસી રહી છું.’

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો