New jio disney hotstar prepaid plan: જિયો ડિઝની+હોટસ્ટાર સાથે લાવ્યુ નવા પ્રિ-પેઇડ પ્લાન્સ- વાંચો વિગત

New jio disney hotstar prepaid plan: રૂ. 499થી શરૂ થતાં આ નવા પ્લાન્સ અંતર્ગત ડિઝની+હોટસ્ટારની તમામ મનોરંજક સામગ્રી જોઈ શકાય છે

મુંબઇ, 31 ઓગષ્ટઃ New jio disney hotstar prepaid plan: જિયો તેના નવા પ્રિ-પેઇડ પ્લાન્સની સાથે ડિઝની+હોટસ્ટાર પર કોઈપણ પ્રકારના નિયંત્રણ વગર મનોરંજન માણી શકાય તેવી સુવિધા લાવી રહ્યું છે, આ પ્લાન્સની શરૂઆત રૂ. 499થી થાય છે, તેમ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું. રૂ. 499થી શરૂ થતાં આ નવા પ્લાન્સ અંતર્ગત ડિઝની+હોટસ્ટારની તમામ મનોરંજક સામગ્રી જોઈ શકાય છે.

આ પણ વાંચોઃ Seven dead in Audi car crash: થાંભલા સાથે ટકરાયેલી ઓડી કારનો ભયાનક અકસ્માત, ધારાસભ્યના પુત્ર-પુત્રવધુ સહિત સાતના મોત

ભારતીય બજારમાં ડિઝની+હોટસ્ટારે(New jio disney hotstar prepaid plan) તેના પ્લાન્સની કિંમત વધારી હોવાથી આ વધારો કરવો પડ્યો છે. નવા પ્લાન્સ અંતર્ગત જિયોના યુઝર્સ ડિઝની+ઓરિજિનલ્સ, ડિઝનીના ટીવી શોઝ, માર્વેલ, સ્ટાર વોર્સ, નેશનલ જિયોગ્રાફિક, એચબીઓ, એફએક્સ, શોટાઇમ સહિતની અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ નવી લાઇબ્રેરી સહિતની તમામ મનોરંજન સામગ્રીનો લ્હાવો માણી શકશે.

આ પણ વાંચોઃ Ganesh mahotsav guidelines: પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જાહેર કરવામાં આવ્યું ગણપતી મહોત્સવ-૨૦૨૧ નિમિત્તે જાહેરનામું

નવો પ્લાન(New jio disney hotstar prepaid plan) પહેલી સપ્ટેમ્બર, 2021થી રિચાર્જ કરવા માટે ઉપલબ્ધ બનશે. ડિઝની+હોટસ્ટારના એક વર્ષના સબસ્ક્રિપ્શન સાથે આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ, ડેટા, એસએમએસ, જિયો એપ્સ અને અન્ય લાભોનો સમાવેશ થાય છે. તમામ જિયો ગ્રાહકોને કે જેમના ડિઝની+હોટસ્ટારના પ્લાન્સ ચાલુ છે તેમને તેમનું પ્રવર્તમાન સબસ્ક્રિપ્શન ચાલુ છે ત્યાં સુધી તેના લાભો મળતા રહેશે.

Whatsapp Join Banner Guj