Pesticide Ban

Pesticide Ban: કૃષિ મંત્રાલય દ્વારા 27 કૃષિ-રસાયણો પર સૂચિત પ્રતિબંધ- વાંચો વિગત

Pesticide Ban: ખેડૂતોની આવક બમણી કરવા માટે અને કૃષિ નિકાસ વધારવા ઉપર જોર મૂકી રહ્યું છે એવા સમયે દેશમાં પાકમાં ઘટાડો જોખમી બની શકે છે

નવી દિલ્હી, 11 એપ્રિલઃ Pesticide Ban: કૃષિ મંત્રાલય દ્વારા 27 જેનેરિક એગ્રો-કેમિકલ્સ (કૃષિ-રસાયણો) પર સૂચિત પ્રતિબંધ દેશમાં છોડનું રક્ષણ કરતા રસાયણોની ઉપલબ્ધતા પર માઠી અસર કરશે, કારણ કે આ જંતુનાશકઅને રસાયણો દેશના કુલ કૃષિ રસાયણના વપરાશમાં 50 ટકા હિસ્સો ધરાવતા મોલીક્યુલર્સ છે, એવું કૃષિ ખરીદ અને વિતરણ સાથે જોડાયેલા અગ્રણીઓનું માનવું છે.

આ જંતુનાશકો પેટન્ટ પ્રોડક્ટ નહી હોવાથી જેનેરિક અને સસ્તી છે એટલે તેનો વ્યાપક ઉપયોગ થાય છે. ખાસ કરીને એવી કૃષિ પેદાશોમાં જેમાં ઉત્પાદન વધારે હોય પણ તેના ભાવ એકદમ ઓછા હોય. બટેટા જેવી પેદાશમાં તેનો ઉપયોગ 70 ટકા જેટલો છે.

આ પણ વાંચોઃ Shiv subramaniam breath:એક્ટર શિવ સુબ્રમણ્યમે મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ, 2 મહિના પહેલાં જ અભિનેતાના દીકરાનું થયુ હતુ નિધન- વાંચો વિગત

ભારત જયારે કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે અને કૃષિ નિકાસ વધારવા ઉપર જોર મૂકી રહ્યું છે એવા સમયે દેશમાં પાકમાં ઘટાડો જોખમી બની શકે છે. ભારતઅત્યારે પણ કેટલીક મહત્વની ચીજોની આયાત કરે છે ત્યારે સ્થાનિક ઉત્પાદન ઘટે તો અન્ય ચીજોની આયાત ઉપર નિર્ભરતા વધી શકે છે.

અત્યારે વિશ્વમાં ઘઉં, ખાધતેલ, તેલીબીયા જેવી ચીજોના ભાવ વિક્રમી સપાટી ઉપર છે ત્યારે 138 કરોડ લોકો માટે આયાત કરવા ભારત બજારમાં આવે તો વૈશ્વિક ભાવમાં જંગી વધારો જોવા મળી શકે છે.

આ પણ વાંચોઃ Camp Hanuman Temple will be shifted: અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિરને અહીં પર ખસેડવા નિર્ણય લેવાયો, વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.