whatsapp1200 1 edited

WhatsAppમાં પોતાને જ મેસેજ સેન્ડ કરવો છે, તો વાંચો ટ્રીક- નોટ્સ બનાવવામાં પણ કરી શકશો યુઝ

ટેક ડેસ્ક, 17 એપ્રિલઃ વોટ્સએપ (WhatsApp) બહુ પ્રખ્યાત ઈન્સ્ટેન્ટ મેસેજિંગ એપ છે. વોટ્સએપમાં અનેક ફિચર્સ આપવામાં આવ્યા છે. તેમાં વધુ એક ફિચર પોતાના માટે નોટ બનાવવાનું છે. કંપની તરફથી આ ફિચરની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. આ ફિચર અન્ય મેસેજિંગ એપમાં પણ ઉપલબ્ધ છે. આ ફિચરથી તમે જાતે નોટ બનાવી શકો છો.

Whatsapp Join Banner Guj

WhatsAppમાં અનેક પ્રકારના મેસેજ મોકલવાના ફિચર છે. તમે મેસેજ સાથે ઓડિયો, વીડિયો, નોટ્સ, ફોટો કોઈ પણ યુઝરને મોકલી શકો છો. નોટમાં તમે કોઈ પણ જરૂરી વાત લખી શકો છો. આ ફિચર વોટ્સએપ તરફથી ઓફિશિયલી જાહેર કરવામાં આવ્યું નથી. WhatsAppપર તમે પોતાના માટે પણ નોટ બનાવી શકો છો. આ માટે તમારે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે. અહીં અમે તમને એ સ્ટેપ્સ બતાવીશું જેને ફોલો કર્યા બાદ તમે સરળતાથી વોટ્સએપમાં નોટ બનાવી શક્શો.

વોટ્સએપ(WhatsApp)માં નોટ સેન્ડ કરવા માટે તમારે તમારા ફોન અથવા PCમાં કોઈ બ્રાઉઝર ઓપન કરવું પડશે. બ્રાઉઝરના એડ્રેસ બારમાં wa.me// અને તમારો મોબાઈલ નંબર નાખવો પડશે. મોબાઈલ નંબર ઈન્ટરનેશનલ ફોર્મેટમાં હોવો જરૂરી છે. એટલે કે જો તમે ઈન્ડિયામાં છો તો મોબાઈલ નંબર પહેલા 91 લગાવવું પડશે.

ADVT Dental Titanium

દાખલા તરીકે તમારે એડ્રેસ બારમાં wa.me//91xxxxxxxxxx લખવું પડશે. ત્યારબાદ એક પ્રોમ્પ્ટ આવશે. આ પ્રોમ્પ્ટમાં WHATSAPP ઓપન કરવા માટે કહેવામાં આવશે. આમાં તમારા ચેટ પણ ઓપન થશે. તમારું પ્રોફાઈલ પિક્ચર પણ ચેટમાં દેખાશે. ત્યારબાદ હવે તમે કોઈ પણ યુઝરને મેસેજ મોકલી શકો છો. આ ફિચરમાં તમે કોઈ પણ નોટ પણ મોકલી શકો છો. આ સિવાય તમે કોઈ પણ ફોટો કે વીડિયોને સેવ કરવા માટે સેન્ડ કરી શકો છો.

આ પણ વાંચો…

લોકપ્રિય તમિલ એક્ટર(Tamil actor Vivek) વિવેકે ચેન્નઇની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ, ઇન્ડસ્ટ્રીમાં શોક મગ્ન