Amdavad: ના એક નાત, ના એક જાત, ના એક વાત, છતાં મોજમસ્તીનું શહેર એટલે આખું અમદાવાદ
Amdavad: “આપણું અમદાવાદ”

Amdavad: ભૂતકાળને ભૂલીને, ભાવિને છોડીને વર્તમાનમાં જીવતું શહેર એટલે અનોખું અમદાવાદ;
રાત્રે ૨ વાગે કોઈક આવે ચા પીને, પીવા નીકળે કોઈક ચા એવું શહેર એટલે અલબેલું અમદાવાદ.
ના એક નાત, ના એક જાત, ના એક વાત, છતાં મોજમસ્તીનું શહેર એટલે આખું અમદાવાદ;
ખાણીપીણીનું શહેર, રોશનીનું શહેર, નવા નવા ઓવરબ્રીજનું શહેર એટલે આબાદ અમદાવાદ.
હાઈરાઈઝ બિલ્ડિંગ, જામ કરતો ટ્રાફીક, ચોમેર હોર્નનો ઘોંઘાટનું શહેર એટલે અગમ્ય અમદાવાદ;
ઈસરો, સેપ્ટ, આઈઆઈએમ, બીઆરટીએસ, એનઆઈડીનું શહેર એટલે આતુર અમદાવાદ.
કીટલીની મુલાકાતમાં મિત્રો મળે, પૂછે એકને રસ્તો; બતાવે ચાર એ શહેર એટલે અસરદાર અમદાવાદ;
ચોરે ને ચૌટે પ્રાણી પંખી પ્રેમ અમદાવાદીમાં, અબોલ જીવસેવાનું શહેર એટલે અંતર્ગ (Amdavad) અમદાવાદ.
સોનાચાંદી, શેરબજાર, ધંધા કેટકેટલા, બધાથી ધમધમતું શહેર એટલે આકાશી અમદાવાદ;
કરોડપતિ પણ ખુશ, ફૂટપાથવાળા પણ ખુશ, સૌને સમાવતું શહેર એટલે અક્ષત અમદાવાદ.
મોંઘી જમીનો, મોઘેરી ગાડીઓ, લખલૂટ ખર્ચા, વૈભવના ભાવનું શહેર એટલે ઓહ અમદાવાદ;
ભારતભરમાંથી સપના લઈ લોકો આવે, સ્વપ્ન સાકાર કરતું શહેર એટલે આભારી અમદાવાદ.
તારું ને મારું, સૌનું સહિયારું, ફટાકડાઓનું, પતંગોનું શહેર એટલે આહલાદક (Amdavad) અમદાવાદ;
‘પરખ’ કરે એકેએકની, પણ ‘હર્ષ’ આપે સૌને એવું અજેય શહેર એટલે આપણું અમદાવાદ
આ પણ વાંચો:- Amdavad: આજનો મારાં અમદાવાદ શહેરનો 614મોં સ્થાપના દિવસ.
આપણાં કામની ખબર મેળવવા હમણાં જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે