Board Exam 2024 : બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ આ ખાસ વાંચી લેજો, પરીક્ષામાં ગેરરીતિ કરી તો પરિણામ ભારે આવશે

Board Exam 2024 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરી ખાસ સૂચના

ગાંધીનગર, 26 ફેબ્રુઆરીઃ Board Exam 2024 : બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે. ચોરી કરવા માટે વિદ્યાર્થીઓ અવનવા ગતકડા કરતા હોય છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે પકડાતા હતા. પરંતું હવે પરીક્ષામાં સ્માર્ટ વોચ પણ નહિ ચાલે. જો કોઈ વિદ્યાર્થી સ્માર્ટ વોચ સાથે પકડાશે તો તેની સામે ફરિયાદ થશે તેવી કડક સૂચના આપવામાં આવી છે. 

  • બોર્ડની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી સ્માર્ટ વોચ લઈ જઈ નહિ શકે. દર વર્ષે અંદાજે 15 જેટલા વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે ઝડપાતા હોય છે. પરંતુ પરીક્ષા કેન્દ્ર પર સ્માર્ટ વોચ પણ પ્રતિબંધિત કરાઈ છે. જો કોઈ સ્માર્ટ વોચ સાથે કેન્દ્રમાં આવશે તો તે વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ થશે. 

PM Modi Scuba Dive: પીએમ મોદીએ દ્વારકામાં સ્કૂબા ડાઇવિંગ દ્વારા કર્યા શ્રીકૃષ્ણ નગરીના દર્શન, જુઓ તસ્વીરો

  • વિદ્યાર્થીઓની ગેરરીતિમાં પોલીસ ફરિયાદની જોગવાઈ કરવામાં આવી છે. જેમ કે, જવાબવહીખંડ નિરીક્ષકને ન સોંપવામાં આવે, ડમી વિદ્યાર્થીને બેસાડ્યો હોય, ઉમેદવાર વર્ગખંડમાં મોબાઈલ અથવા અન્ય પ્રતિબંધિત વિજાણું ઉપકરણો જેવા કે કેમેરેવાળી ઘડિયાળ, સ્માર્ટ ઘડિયાળ, કેમેરાવાળું કેલક્યુલેટર, સાયન્ટિફિક કેલક્યુલેટર નહિ લાવી શકે. વિદ્યાર્થી ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ પણ નહિ લાવી શકે. આવા કેસમાં પોલીસ ફરિયાદ થશે. તેમજ પરીક્ષાનું પરિણામ રદ કરવા તેમજ ત્યાર પછીની એક-બે અથવા તો ત્રણ પરીક્ષામાં વિદ્યાર્થીને બેસવા નહિ દેવાય. 

આ પણ વાંચોઃ Indian Worker In Russia: નોકરીની શોધમાં રશિયા ગયેલ સુરતના 23 વર્ષીય યુવાને ગુમાવ્યો જીવ- વાંચો વિગત

  • માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 11ની પરીક્ષાને લઈ DEO ની સંચાલકોને સ્પષ્ટ આદેશ કરાયો છે. સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર તપાસમાં બેદરકારી ન રાખવા સૂચના અપાઈ. ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું કે, પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરા બંધ ન રહે તેનું ધ્યાન રાખવામાં આવે. તેમજ પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરાનું એન્ગલ યોગ્ય રીતે ગોઠવવામાં આવે.
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો