megh malhar 2 SOU

Monsoon Megh Malhar Parva 2023: એકતાનગરના આંગણે ‘મોન્સૂન મેઘ મલ્હાર પર્વ 2023’ નો શુભારંભ કરાવતા સાંસદ ગીતાબેન રાઠવા

Monsoon Megh Malhar Parva 2023: રંગારંગ ઉદ્ઘાટન પરેડને ફ્લેગ ઓફ આપી સરદાર સાહેબના ટેબ્લોની ઝાંખી સહિત પ્રતિભાશાળી કલાકારોની કૃતિઓ નિહાળતા સાંસદ રાઠવા

  • Monsoon Megh Malhar Parva 2023: સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે નર્મદા જિલ્લો વિશ્વપટલ પર આગવું સ્થાન ધરાવે છે : છોટા ઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા
  • આધુનિક ભારતના નવા અધ્યાય સમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ અમૂલ્ય ભેટ પ્રવાસનને વેગવાન બનાવી સ્થાનિકો માટે રોજગારીની નવી તકો ઉભી કરશે

રાજપીપલા, 02 સપ્ટેમ્બર: Monsoon Megh Malhar Parva 2023: એકતાનગરના આંગણે છોટા ઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ રંગારંગ ઉદ્ઘાટન પરેડને ફ્લેગ ઓફ કરાવીને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી મોન્સૂન મેઘ મલ્હાર પર્વ 2023’ નો શુભારંભ કરાવ્યો હતો. જ્યાં જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતા.

IND VS PAK: ભારતની મુશ્કેલીઓ વધી, રોહિત શર્મા પછી કોહલી પણ થયો આઉટ

આ પ્રસંગે સાંસદ ગીતાબેન રાઠવાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, કુદરતે નર્મદા જિલ્લાને મન મુકીને પ્રાકૃતિક સૌંદર્ય આપ્યું છે ત્યારે વડાપ્રધાન અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ સોનામાં સુગંધ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના નિર્માણ થકી નર્મદા જિલ્લો આજે વિશ્વપટલ પર એક આગવું સ્થાન ધરાવે છે.

Monsoon Megh Malhar Parva 2023

આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે ત્યારે અહીં મોન્સૂન ફેસ્ટિવલની ઉજવણી થકી પ્રવાસનને વધુ વેગ મળશે અને સ્થાનિકો માટે રોજગારના નવા તકો ઉભા થશે. સાંસદએ વધુમાં ઉમેર્યુ કે, ચોમેર વનરાજી ધરાવતા નર્મદા જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે ત્યારે સહેલાણીઓ માટે ઝરવાણી ધોધ-ખલવાણી ઇકો ટુરિઝમ પણ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે પણ આધુનિક ભારતના નવા અધ્યાય સમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર અને સ્થાનિકો માટે રોજગારીના નવા આયામોના નિર્મિત કરવા માટે મોન્સૂન ફેસ્ટિવલ કાર્યક્રમમાં સહેલાણીઓ સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

સ્ટેચ્યુ ઓફ ઓથોરિટી અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમના ઉદ્ઘાટન સત્ર પહેલા આયોજિત રંગારંગ ઉદ્ઘાટન પરેડમાં દેશને એક તાંતણે બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલની યુવાનોને પ્રેરિત કરનારી ટેબ્લોની ઝાંખી નિહાળી હતી. આ ઝાંખીમાં પરંપરાગત રાસ-ગરબા તથા આદિજાતિ લોકનૃત્યની ઝાંખી, રેઈન રન મેરેથોન, વેલકમ પપેટની મસ્તી, યુવાનો-બાળકો દ્વારા અવનવા કરતબો સહિત તિરંગા સાથે પરેડમાં ઉત્સાહભેર જોડાયેલા શાળાના બાળકોને સાંસદ, પંચાયત પ્રમુખ, ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ સૌને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાકારોએ નર્મદા અષ્ટકમની, અજોડ-અમૂલ્ય રાજસ્થાની પરંપરાગત નૃત્ય, આદિવાસીઓની લોકકલાને ઉજાગર કરતા સાંસ્કૃતિક નૃત્ય સહિતની અવનવી કૃતિઓની ઝલક પ્રસ્તુત કરી હતી. પ્રતિભાશાળી કલાકારોની આ કૃતિઓને નિહાળતા મહાનુભાવો અભિભૂત થયા હતા.

Monsoon Megh Malhar Parva 2023

મોન્સૂન ફેસ્ટિવલનો શુભારંભ કરાવતા સાંસદ સહિતના મહાનુભાવોએ આર્ટ ગેલેરી ખાતે એકતાનગર ખાતેના અનેકવિધ શારદાર પ્રકલ્પોની માહિતીસભર તસ્વીરી પ્રદર્શન નિહાળી હતી. ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાનકીવાવ, સોમનાથ મંદીર, મોઢેરાનું સૂર્યમંદીર અને વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરા સહિતના પર્યટન સ્થળોને ‘5 ડી એક્સપીરિયન્સ’ વર્ચ્યુઅલી નિહાળીને ‘અતિથિ વિશેષ’ અભિભૂત થયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોન્સૂન ફેસ્ટિવલમાં બાળકો, પર્યટકો માટે ભારત દેશ અને આદિજાતિ સમુદાયની વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસા, લોકનૃત્ય સહિત અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મનોરંજક પ્રવૃતિઓનું આયોજન કરાશે જ્યાં આજરોજ આદિજાતિ સમુદાયની પરંપરાગત વાંસની બનાવટ-હસ્તકલાની ‘એક સે બઢ કર એક’ કારીગરીથી તૈયાર થયેલી વસ્તુઓને નિહાળીને સાંસદએ સખીમંડળની બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના સીઈઓ ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ અધિક કલેક્ટર હિમાંશુ પરીખ, પ્રવાસન વિભાગના જનરલ મેનેજર પ્રોજેકટ હિરેન પંડિત, નાયબ કલેક્ટર સર્વ શિવમ બારીયા, દર્શક વિઠલાણી, પ્રોટોકોલ નાયબ કલેકટર એન.એફ.વસાવા, TCGL મૅનેજર ખ્યાતિ નાયક, નાયબ માહિતી નિયામક એ.બી.મછાર સહિત જિલ્લા વહિવટી તંત્ર-ઓથોરિટીના સંબંધિત અધિકારીઓ, બાળકો, પ્રવાસકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *