Salangpur Mandir

Salangpur Mandir News: સાળંગપુર મંદિરમાં હનુમાન દાદાના અપમાનનો ઉગ્ર પડઘો, વાંચો વિગતે…

Salangpur Mandir News: વિવાદાસ્પદ ભીંતચિત્રો પર એક સનાતની ભક્તે કુહાડી ચલાવી તેને તોડવાનો પ્રયાસ કર્યો

અમદાવાદ, 02 સપ્ટેમ્બરઃ Salangpur Mandir News: સાળંગપુરમાં કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાના ફાઉન્ડેશનની ખાલી જગ્યામાં વિવાદાસ્પદ ભીંતચિત્રો પર આજે એક સનાતની ભક્તે કુહાડી ચલાવી તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત આ ભીંતચિત્રો ઉપર કાળા કલરથી પોતું ફેરવ્યું હતું.

બેરિકેડ તોડી પ્રતિમાને નુકશાન પહોંચાડવા આવેલા આ શખ્સને પોલીસે ઝડપી લીધો છે. આ વ્યક્તિની ઓળખ ગઢડા તાલુકાના ચારણકી ગામના વ્યક્તિ તરીકે થઈ છે અને તેનું નામ હર્ષદ ગઢવી હોવાનું સામે આવ્યું છે.

વિગતે વાત કરીએ તો, વર્તમાન સમયમાં દેવી-દેવતાઓ અને આરાધ્ય દેવોનું અપમાન કરવાની કે પછી તેમની ઉતારી પાડવાની જાણે કે એક નવી પરંપરા કે ફેશન થઈ ગઈ હોય તેમ ફરી એકવાર બજરંગબલી હનુમાનદાદાનું ઘોર અપમાન કોઈ ફિલ્મમાં નહીં પરંતુ જેના ગુજરાતમાં અને વિશ્વભરમાં કરોડો હરિભક્તો છે તેવા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવ્યું છે.

બોટાદ નજીક આવેલ સાળંગપુર હનુમાન મંદિર ખાતે તાજેતરમાં સ્થાપિત હનુમાન દાદાની વિરાટ પ્રતિમાની નીચે ભીંતચિત્રોમાં ભગવાન શ્રીરામજીના સેવકને સહજાનંદ સ્વામીની સન્મુખ હાથ જોડતાં દર્શાવ્યા છે તો, બીજા એક મંદિરમાં હનુમાન દાદા સ્વામીનારાયણના એક સાધુને હાથમાં ફળો લઈને આપતા હોય તેવી મૂર્તિઓ જોવા મળી છે.

આટ આટલું ઘોર અપમાન છતાં સપ્રદાય દ્વારા માફી માંગવાને બદલે ઉલટાનું એમ કહ્યું છે કે, સ્વામિનારાયણ ભગવાન છે અને અમારું સંપ્રદાય પોષક છે. આ સમગ્ર મામલાને લઈને ધાર્મિક ક્ષેત્રે વાત-વિવાદ અને શાંતિ પ્રિય ગુજરાતના વાતાવરણને અસર થઈ શકે એવી શક્યતા પણ જોવામાં આવી રહી છે. હજુ સુધી રાજ્યસરકારે તેમાં કોઈ દરમિયાનગીરી કરી નથી.

થોડાક સમય પહેલા બોલિવૂડની ફિલ્મ આદિપુરુષમાં હનુમાનજીને ખરાબ ચિતરવામાં આવ્યા હતા. તેમના મુખેથી સાવ હલકી ભાષાના સંવાદ બોલાવડામાં આવ્યા હતા. ફિલ્મના નિર્માતા-પટકથા લેખક દ્વારા માફી માંગતા વિવાદ થાળે પડ્યો હતો.

હવે તાજા વિવાદમાં સ્વામીનારાયણના સ્થાપક સહજાનંદને હનુમાન દાદાને મોટા દર્શાવીને હનુમાનજી તેમને નમન કરી રહ્યા હોય તેવા ભીંતચિત્રોના મામલે ફરી એકવાર કરોડો ભક્તોના આરાધ્ય દેવની ક્રૂર મશ્કરી કરવામાં આવી હોવાની એક લાગણી સર્જાઈ છે.

આ પણ વાંચો…. Monsoon Megh Malhar Parva 2023: એકતાનગરના આંગણે ‘મોન્સૂન મેઘ મલ્હાર પર્વ 2023’ નો શુભારંભ કરાવતા સાંસદ ગીતાબેન રાઠવા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો