Remove Holi Colour from Nails

Remove Holi Colour from Nails: ધૂળેટી રમતા નખમાં લાગેલા રંગ નથી નીકળતા, તો આ ટિપ્સ અપનાવો

Remove Holi Colour from Nails: નખમાં ભરાયેલા રંગને દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપાય

whatsapp banner

બ્યુટી ટિપ્સ, 25 માર્ચઃ Remove Holi Colour from Nails: હોળી રમવા માટે વપરાતા રંગોમાં રહેલા રસાયણોથી બચવા લોકો તેમની ત્વચા અને વાળની ​​ખૂબ કાળજી લે છે. પરંતુ આ દરમિયાન લોકો પોતાના નખની કાળજી લેવાનું ભૂલી જાય છે. આવી સ્થિતિમાં તેમના નખને રંગને કારણે નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે ઘરેલું ઉપચાર દ્વારા નખમાંથી રંગ દૂર કરી શકો છો.

નેઈલ પેઈન્ટ રીમુવર

જો તમારા નખ પર પાક્કો રંગ લાગી ગયો છે, તો તમે તેને દૂર કરવા માટે નેઈલ પેઈન્ટ રીમુવરનો ઉપયોગ કરી શકો છો અને તે પછી નેઈલ ક્રીમ લગાવો.

આ પણ વાંચોઃ Congress 6th list of Candidates: કોંગ્રેસે ઉમેદવારોની છઠ્ઠી યાદી કરી જાહેર, જાણો કોને મળી ટિકિટ- વાંચો વિગત

નાળિયેર તેલ

નખમાંથી રંગ દૂર કરવા માટે નારિયેળના તેલમાં લીંબુનો રસ મિક્સ કરો અને તેનાથી નખ સાફ કરો. આમ કરવાથી નખમાં ચમક પણ આવશે.

લીંબુનો રસ

એક લીંબુને અડધું કાપીને તેને પાણીમાં નિચોવો અને પછી તેમાં તમારા નખને 5થી 10 મિનિટ સુધી રાખો. આમ કરવાથી રંગ દૂર થઈ શકે છે.

એપલ સીડર વિનેગર

એક કોટન બોલ લો અને તેમાં એપલ સીડર વિનેગર લગાવો અને તેનાથી નખ સાફ કરો. પછી તેને પાણીથી ધોઈને તેના પર નારિયેળનું તેલ લગાવો. તેનાથી રંગ દૂર થઈ જશે અને નખની ચમક જળવાઈ રહેશે.

આ પણ વાંચોઃ Drowning Incidents on Dhuleti: ગુજરાતમાં ધુળેટીના દિવસે ડૂબી જવાને કારણે પાંચ લોકોના મોત થયા- વાંચો વિગત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો