Drowning Incidents on Dhuleti

Drowning Incidents on Dhuleti: ગુજરાતમાં ધુળેટીના દિવસે ડૂબી જવાને કારણે પાંચ લોકોના મોત થયા- વાંચો વિગત

Drowning Incidents on Dhuleti: બનાસકાંઠા જિલ્લામાં આવેલી બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત થયા

whatsapp banner

અમદાવાદ, 25 માર્ચઃ Drowning Incidents on Dhuleti: આજે દેશભરમાં લોકો ધામધૂમથી આ રંગના પર્વની ઉજવણી કરી રહ્યાં છે. પરંતુ  તહેવારની ઉજવણી વચ્ચે દુખદ સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ડૂબી જવાની બે જુદી-જુદી ઘટનાઓમાં કુલ પાંચ લોકોના મોત થયા છે. બનાસકાંઠામાં બે લોકોના મોત થયા છે. જ્યાતે વડતાલના ગોમતી તળાવમાં ડૂબી જવાથી ત્રણના મોત થયા છે. 

આ પણ વાંચોઃ Canada cut Temporary Work Permit:  કેનેડાના વીઝાની રાહ જોતા લોકો માટે મોટા સમાચાર, કેનેડાએ વસ્તી ઘટાડવા કર્યો આ નિર્ણય- વાંચો વિગત

બનાસકાંઠા જિલ્લામાં આવેલી બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત થયા છે. યુવકો ધુળેટીનું પર્વ મનાવી ન્હાવા માટે નદીમાં ગયા હતા. આ દરમિયાન ડૂબી જવાથી બંનેના મોત થયા છે. મૃત્યુ પામેલા યુવકોના નામ મેહુલ પંચાલ અને રોહિત પ્રજાપતિ છે. આ બંને ડીસા તાલુકાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોની મદદથી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. 

ખેડા જિલ્લાના વડતાલમાં આવેલા ગોમતી તળાવમાં પાંચ લોકો ડૂબ્યા હતા. ધુળેટીના તહેવારમાં ન્હાવા માટે પડેલા પાંચ લોકો ડૂબી ગયા હતા. ડૂબી જવાને કારણે ત્રણ કિશોરોના મોત થયા છે. જ્યારે બે યુવકોને ફાયર બ્રિગેડની ટીમે બચાવી લીધા હતા. ધુળેટીની ઉજવણી કરી મોટી સંખ્યામાં લોકો તળાવમાં સ્નાન કરવા પહોંચ્યા હતા. 

આ પણ વાંચોઃ Bollywood Stars Holi 2024: ફિલ્મી સિતારા હોળીના રંગે રંગાયા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યા પોતાના ફોટોઝ, જુઓ ફોટોઝ

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો