HSC board

Exam start on date: મોકુફ થયાની અફવાઓ મુદ્દે બોર્ડની સ્પષ્ટતા, ધો.૯થી ૧૨ની પ્રથમ સત્ર પરીક્ષાઓ ૧૮મીથી જ લેવાશે

Exam start on date: ગુજરાત શિક્ષણ બોર્ડે હાલ વહેતા થયેલા સમાચાર અને અફવાઓને લઈને સ્પષ્ટતા કરતા તમામ સ્કૂલોને પરિપત્ર કર્યો છે કે ધો.૯થી૧૨ની પ્રથમ સત્રની પરીક્ષા નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ ૧૮મી ઓક્ટોબરથી જ શરૃ થશે

ગાંધીનગર, 12 ઓક્ટોબર: Exam start on date: ધો.૯થી૧૨ની પ્રથમ સત્ર પરીક્ષા ૧૮મી ઓક્ટોબરથી રાજ્યભરની સ્કૂલોમાં લેવામા આવનાર છે અને આ માટે બોર્ડ પરીક્ષા કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે.પરંતુ બોર્ડે સ્કૂલોની માંગણીને પગલે બોર્ડના પ્રશ્નપત્રો વગર પોતાની રીતે તૈયાર કરેલા પ્રશ્નપત્રોથી આ પરીક્ષા લેવાની છુટ આપતા હાલ સોશિયલ મીડિયમાં પરીક્ષા જ મોકુફ થઈ ગઈ હોવાના સમાચાર વહેતા થયા છે.પરંતુ બોર્ડે સ્પષ્ટતા કરી છે કે આ પરીક્ષાઓ મોકુફ થઈ નથી,૧૮મીથી જ લેવાશે.

ગુજરાત શિક્ષણ બોર્ડે હાલ વહેતા થયેલા સમાચાર અને અફવાઓને લઈને સ્પષ્ટતા કરતા તમામ સ્કૂલોને પરિપત્ર કર્યો છે કે ધો.૯થી૧૨ની પ્રથમ સત્રની પરીક્ષા નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ ૧૮મી ઓક્ટોબરથી જ શરૃ થશે અને જે ૨૭મી ઓક્ટોબર સુધી ચાલશે.છેલ્લે ફેરફાર કરાયેલા સમય મુજબ જ પરીક્ષા લેવાની રહેશે.પરીક્ષા મોકુફ થયાના  સમાચાર તદ્દન ખોટા છે.

આ પણ વાંચોઃ Power Crisis:વીજ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યોને આપી ચેતવણી, વધારાની વીજળી વેચવા અંગે કહી આ વાત

મહત્વનું છે કે ગુજરાત બોર્ડના પ્રશ્નપત્રોથી ધો.૯થી૧૨ના મુખ્ય વિષયનો પરીક્ષા લેવાનાર હતી. પરંતુ સ્કૂલ સંચાલક મંડળે ઓનલાઈન-ઓફલાઈન શિક્ષણને લઈને સ્કૂલોમાં આગળ-પાછળ અભ્યાસક્રમ ચાલતો હોવાથી કોમન પરીક્ષા ન લેવાની માંગ કરી હતી.જેને પગલે બોર્ડે સ્કૂલોને ગુજરાત શિક્ષણ બોર્ડના પ્રશ્નપત્રોથી ફરજીયાત પરીક્ષા લેવામાંથી મુક્તિ આપી હતી.જેથી ઘણી સ્કૂલોએ પરીક્ષા પણ કોમન ન હોઈ મોકુફ થઈ હોવાનું માની લીધુ હતું.

Whatsapp Join Banner Guj