Power Crisis:વીજ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યોને આપી ચેતવણી, વધારાની વીજળી વેચવા અંગે કહી આ વાત

Power Crisis: હવે કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને સૂચના આપી છે કે, સરપ્લસ વીજળી અંગે દરેક રાજ્યે કેન્દ્ર સરકારને જાણકારી આપવી પડશે.

નવી દિલ્હી, 12 ઓક્ટોબરઃ Power Crisis: દેશમાં વીજળી સંકટ ઘેરુ બની રહ્યુ છે. કોલસાની અછતના કારણે દેશના ઘણા થર્મલ પાવર પ્લાન્ટ બંધ થઈ ગયા છે. રાજ્યો વીજળીની માંગ પૂરી કરવા માટે કેન્દ્રને અપીલ કરી રહ્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને સૂચના આપી છે કે, સરપ્લસ વીજળી અંગે દરેક રાજ્યે કેન્દ્ર સરકારને જાણકારી આપવી પડશે.

કેન્દ્ર સરકારે કહ્યુ છે કે, દરેક રાજ્યે વધારાની વીજળીની જાણકારી કેન્દ્રને આપવી પડશે. જેથી કેન્દ્ર સરકાર સરપ્લસ પાવરને જરૂરિયાતમંદ રાજ્યોને આપી શકે. સાથે સાથે કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે, દરેક રાજ્યને જે વીજળી ફાળવવામાં આવે છે તેને વપરાશકારો વચ્ચે શિડ્યુલ કરવી પડશે અને જો વધારાની વીજળી બચે છે તો તે વેચી નહીં શકે. કોઈ રાજ્ય વીજળી વેચતુ હોવાની જાણકારી સામે આવશે તો રાજ્યના વીજળી કોટાના ઘટાડી દેવામાં આવશે. અથવા તો જેને જરૂરિયાત છે તેવા રાજ્યને ફાળવી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ Adani port: 21 હજારનું ડ્રગ્સ મળ્યા પછી, ભારતમાં અદાણીએ બધા પોર્ટ પર પાકિસ્તાન, અફગાનિસ્તાન અને ઈરાનથી આવતા સામાન પર બેન લગાવ્યુ

Whatsapp Join Banner Guj