fastag 1 edited 1

જો ફાસ્ટેગ ન હોય તો નવા વર્ષે કરાવી લેજો, નહીં તો ચૂકવવી પડશે મોટી કિંમત

fastag 1 edited 1

નવી દિલ્હી, 25 ડિસેમ્બરઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ૧લી જાન્યુઆરીથી દરેક વાહનો પર ફાસ્ટેગ લગાવવું ફરજિયાત કરી દીધું છે. તમે ૧લી જાન્યુઆરીથી કાર અથવા મોટા વાહનો પર ફાસ્ટેગ લગાવ્યા વિના નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર પહોંચશો તો તેની ભારે કિંમત ચૂકવવી પડશે. નેશનલ હાઈવે પરથી પસાર થતાં ફાસ્ટેગ વિનાના વાહનો પાસેથી બમણો ટોલ વસૂલવામાં આવશે. જોકે, ફાસ્ટેગ માત્ર નેશનલ હાઈવે માટે છે. સ્ટેટ હાઈવેના ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ કામ નહીં કરે. ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વગરના વાહનો માટે પણ એક લેન હશે, જ્યાંથી પસાર થતા સામાન્ય ટોલ જ વસૂલવામાં આવશે.

સમગ્ર દેશમાં ૧લી જાન્યુઆરી, ૨૦૨૧થી બધા જ વાહનો માટે ટોલ બૂથ પર ફાસ્ટેગ ફરજિયાત કરાઈ રહ્યું છે. આ સુવિધા પ્રવાસીઓ માટે લાભદાયક રહેશે, કારણ કે તેમણે રોકડ ચૂકવણી, સમયની બચત અને ઈંધણ માટ ટોલ બૂથ પર રોકાવાની જરૂર નહીં પડે તેમ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું.

whatsapp banner 1

ઘણા લોકોને પ્રશ્ન થશે કે શું છે ફાસ્ટેગ? તો તેમને જણાવી દઇએ કે ફાસ્ટેગ રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન પર આધારિત એક ટેગ છે, જે ગાડીની વીન્ડસ્ક્રીન પર લાગેલો હશે. વાહનો પર લાગેલો આ ફાસ્ટેગ ઈલેક્ટ્રોનિક રીતે વાંચી શકાશે. ટોલ પ્લાઝા પર લાગેલા કેમેરા તેને સ્કેન કરી શકશે અને ટોલ પ્લાઝાની રકમ આપમેળે કપાઈ જશે. તમારે ટોલનાકા પર ફી ચૂકવવા રોકાવું નહીં પડે. ફાસ્ટેગ ઓનલાઈન પેમેન્ટ મોડથી મોબાઈલની જેમ રિચાર્જ કરાવી શકાશે. આ સિવાય ફાસ્ટેગને માય ફાસ્ટેગ એપ અથવા નેટબેન્કિંગ મારફત પણ રિચાર્જ કરી શકાશે.

આ પણ વાંચો…

કોરોના હજી ગયો નથીઃ માસ્ક પહેરો નહીં તો થશે દંડ, જાણો સરકારે માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી કેટલા કરોડનો દંડ વસુલ્યો!