India’s first intranasal vaccine approved by DCGI: ભારતની નેઝલ વેક્સીનને DCGIએ આપી મંજૂરી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ આપી જાણકારી

India’s first intranasal vaccine approved by DCGI: ભારત બાયોટેકની ChAd36-SARS-CoV-S COVID-19 રીકોમ્બિનેન્ટ નેઝલ વેક્સીનને ઇમરજન્સી સ્થિતિમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે ઉપયોગની મંજૂરી

નવી દિલ્હી, 06 સપ્ટેમ્બરઃIndia’s first intranasal vaccine approved by DCGI: દુનિયાના તમામ દેશો કોરોનાની વેક્સિનની શોધમાં લાગેલા હતા, તેવામાં ભારતની રસીઓ સફળ રહી છે. હવે નેઝલ વેક્સિનને પણ મંજૂરી મળી છે. જી, હાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ આ જાણકારી આપી છે. આ કોરોના માટે નાકથી અપાનારી ભારતની પ્રથમ વેક્સીન હશે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને લખ્યું કે, ‘કોવિડ-19 વિરુદ્ધ ભારતની લડાઈને મોટો બૂસ્ટ મળ્યો છે. ભારત બાયોટેકની ChAd36-SARS-CoV-S COVID-19 (ચિમ્પાન્ઝી એડેનોવાયરસ વેક્ટરેડ) રીકોમ્બિનેન્ટ નેઝલ વેક્સીનને ઇમરજન્સી સ્થિતિમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે.’

સ્વાસ્થ્ય મંત્રીએ આગળ કહ્યું કે આ પગલું મહામારી વિરુદ્ધ આપણી સામૂહિક લડાઈને વધુ મજબૂત કરશે. ભારતે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોવિડ-19 વિરુદ્ધ લડાઈમાં પોતાના વિજ્ઞાન, રિસર્ચ તથા વિકાસ અને માનવ સંસાધનોનો ઉપયોગ કર્યો છે. વિજ્ઞાન સંચાલિત દ્રષ્ટિકોણ અને બધાના પ્રયાસ સાથે અમે કોવિડ-19ને હરાવી દેશું. 

આ પણ વાંચોઃ Traffic block at Gonda station: ગોંડા સ્ટેશન પર ટ્રાફિક બ્લોકના કારણે ગાંધીધામ-ભાગલપુર સ્પેશ્યલ પરિવર્તિત માર્ગ પર દોડશે

આ પણ વાંચોઃ India-Bangladesh sign MoUs: બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના 8 સપ્ટેમ્બર સુધી ભારતની મુલાકાતે, બંને દેશો વચ્ચે થયા મહત્વના કરાર

Gujarati banner 01