Pranav Thakkars statement about grade pay

Pranav Thakkar’s statement about grade pay: આપ ગુજરાત પ્રદેશ લીગલ સેલના પ્રદેશ પ્રમુખ પ્રણવ ઠક્કરએ ગ્રેડ પેને લઇ કહી મહત્વની વાત- વાંચો વિગત

Pranav Thakkar’s statement about grade pay: પોલીસ પાસેથી દબાણ કે ધાક ધમકી કરીને એક એફિડેવિટ કરાવવામાં આવે છે કે જો તમને ગ્રેડ પે જોઈતું હોય તો તમે ભવિષ્યમાં આંદોલન નહીં કરો, કોઈ બીજી માંગણી નહીં કરો, કોર્ટમાં નહીં જાવ: પ્રણવ ઠક્કર

અમદાવાદ, 06 સપ્ટેમ્બરઃ Pranav Thakkar’s statement about grade pay: આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ લીગલ સેલના પ્રદેશ પ્રમુખ પ્રણવ ઠક્કરએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, સત્તાવાર સૂત્રોથી જાણવા મળ્યું છે કે પોલીસના ગ્રેડ પે મુદ્દે, પોલીસ પાસેથી દબાણ કરીને એક એફિડેવિટ કરાવવામાં આવે છે કે જો તમને ગ્રેડ પે જોઈતું હોય તો તમે ભવિષ્યમાં આંદોલન નહીં કરો, કોઈ બીજી માંગણી નહીં કરો, કોર્ટમાં નહીં જાવ. એફિડેવિટ સ્વેચ્છાપૂર્વક આપવામાં આવતું ડોક્યુમેન્ટ છે. તે તમે બળજબરી પૂર્વક ના કરાવી શકો. તે ગેરબંધારણીય છે. સરકાર આ રીતે પોલીસ પર અત્યાચાર કરી રહી છે. મારી દરેક પોલીસ કર્મચારીઓથી વિનંતી છે કે આવી કોઈપણ પ્રકારની એફિડેવિટ તેમણે આપવી ન જોઈએ.

જે જી.આર. બહાર પાડવામાં આવ્યું છે તે પ્રમાણે કહેવામાં આવ્યું છે કે તે પ્રોત્સાહન માટે આપવામાં આવેલી 550 કરોડની સહાય છે. તો શું આ પ્રોત્સાહન છે તે ફક્ત ચૂંટણી સુધી જ છે કે ચૂંટણી પતી ગયા પછી પણ તેમણે આપવામાં આવશે? અથવા તો આ સહાય ક્યાં સુધી આપવામાં આવશે? અને કેવી રીતે આપવામાં આવશે? મારી દ્રષ્ટિએ મારે એટલું જ કહેવું છે કે સરકારે તે સ્પષ્ટ કરવું જોઈએ કે આ પ્રોત્સાહન સહાય કેટલા સમય સુધી આપવામાં આવશે. કે પછી આ ફક્ત ચૂંટણી માટેનું લોલીપોપ જ છે.

આ પણ વાંચોઃ India’s first intranasal vaccine approved by DCGI: ભારતની નેઝલ વેક્સીનને DCGIએ આપી મંજૂરી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ આપી જાણકારી

સરકારે ગ્રેડ પે માટે જે એફિડેવિટ માંગ્યું છે તે ગેરબંધારણીય છે અને તેને તાત્કાલિક ધોરણે સરકારે રદ કરી દેવું જોઈએ. કોઈપણ પોલીસવાળાને તમે અદાલતમાં જતા કે તેમની માંગણી માટે કોઈપણ પ્રકારના આંદોલન કરતા કે બોલવા માટે તમે રોકી ન શકો, તે બંધારણીય અધિકાર છે. આમ આદમી પાર્ટીના લીગલ સેલ તરફથી અમારા એડવોકેટ પુનિતભાઈ જુનેજાના માધ્યમથી અમે સરકારને નોટિસ આપવાના છીએ. જો સરકાર આ નિયમ પરત નહીં ખેંચે તો જરૂર પડવા પર અમે હાઇકોર્ટમાં પણ જઈશું. મારે દરેક પોલીસ મિત્રોને કહેવું છે કે આમ આદમી પાર્ટીની સરકાર આવશે અને તમને ગ્રેડ પે મળી જશે. તમારે આવા કોઈ પણ પ્રકારના એફિડેવિટ પર સહી કરવાની જરૂર નથી. તે ફક્ત ભાજપ દ્વારા ચૂંટણી માટે આપવામાં આવેલું લોલીપોપ છે.

આ મહત્વપૂર્ણ પ્રેસ વાર્તામાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ લીગલ સેલના પ્રદેશ પ્રમુખ પ્રણવ ઠક્કર સહિત લીગલ સેલના પ્રદેશ નેતા પુનિતભાઈ જુનેજા ઉર્વશી મિશ્રા અને ઓમ કોટવાળ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Traffic block at Gonda station: ગોંડા સ્ટેશન પર ટ્રાફિક બ્લોકના કારણે ગાંધીધામ-ભાગલપુર સ્પેશ્યલ પરિવર્તિત માર્ગ પર દોડશે

Gujarati banner 01