couple

Jivansathi: જીવનસાથી એટલે કોણ?

શીર્ષક:- જીવનસાથી(Jivansathi)

jivansath by Pooja patel chiki

હેલ્લો મિત્રો! (Jivansathi) આજે હું આવી છું આપના બધાં ની વચ્ચે એક સામાન્ય ટોપિક લઇને કે જે આપણે રોજેરોજ જોઇએ જ છીએ અને સાથે સાથે અનુભવીએ પણ છીએ! આજનાં ટોપિકનું શીર્ષક છે: “જીવનસાથી”! જીવનસાથી પર ઘણાં બધાં લેખો લખાયાં છે અને પ્રકાશિત પણ થયાં છે. હું તો માત્ર અહીં મારું મંતવ્ય રજૂ કરવાની કોશિશ કરીશ!
જીવનસાથી એટલે કોણ? એ તે વ્યક્તિ હોય છે કે જે હંમેશાં સાથ આપે અને સાથ નિભાવી જાણે! એ વ્યક્તિ કે જે આપણાં પરિવારમાં શામિલ થાય અને તેને આપણાં જીવનમાં પણ એક સ્થાન બનાવવાનું હોય છે. એ વ્યક્તિ કે જે સવારથી સાંજ સુધીમાં આપણી માટે કામ કરતું હોય અને પોતાનાં ચોવીસ કલાકનો અમુક અંશ એકબીજાને આપવાની તૈયારી રાખતું હોય. એક એવી વ્યક્તિ કે જેને પોતાનું સાથી જેવું છે એવું જ એને ગમતું હોય અને તેને આગળ વધવામાં મદદ કરે, તેને સફળ બનાવવા માટે સંમતિ દર્શાવે! તેની સફળતાની રાહમાં બની શકે તો મદદ કરે પણ સપોર્ટ તેને હંમેશ માટે કરે!
નાની નાની વાતમાં તેને સમજે, મોટાં પડકારો સામે ટકી રહેવા સાથ આપે, ક્યારેક પ્રેમભરી વાતો તો ક્યારેક ખાટામીઠા ઝગડાઓ કરે, માત્ર તે જ બંને વચ્ચેની વાતો! ન કોઈ ત્રીજાં વ્યક્તિની દખલ અંદાઝી, કે તેઓની વાતોનો સમાવેશ ! તો જ તેઓનું જીવન સુખમય બની રહે! જ્યારે બંને સાથે રહેતાં હોય ત્યારે તહેવારોની ઉજવણી કરવી, બહાર ફરવા જવું, સિનેમા જોવા જવું, સાથે ચાલવા જવું, અને એવી અસંખ્ય વાતો છે કે જે મીઠી મીઠી યાદો બનાવી જતી હોય છે જે જીવનભર યાદ રહી શકે.
જ્યારે બેમાંથી કોઈ એક વ્યક્તિ બીમાર પડે ત્યારે બીજો જ તેનો સાથ આપી શકે છે. એક સમય એવો પણ આવે છે કે પોતાના સાથીનું એટલું ધ્યાન રાખવું પડે અને બધાં જ કિરદાર બનવું પડે જાણે મમ્મી, પપ્પા, ભાઇ, બહેન, મિત્ર, ડોકટર, વકીલ, નર્સ, બધું જ બનવું પડે છે જેથી તે પોતાના સાથીની માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધરે! પણ ત્યારે તે પરિસ્થિતિ સાચવી લે તો તે વ્યક્તિનાં મનમાં પોતાનાં પાર્ટનર માટે માન વધી જતું હોય છે. જો જીવનસાથી સાચો મળ્યો હોય તો જ આ વસ્તું શક્ય છે. નહીંતર તો આખું જીવન એક “એડજસ્ટમેન્ટ” કરવામાં જ નીકળી જતું હોય છે. જ્યાં યાદો તો દૂર સરખી વાતો પણ નથી થતી! પરફેક્ટ પાર્ટનર મળે તો લાગણીઓ માંગવી નો પડે; જાણે જોડી એટલે તો ફાફડા જલેબી જેવી! એક એકદમ સીધો અને બીજી તેડાં મેઢા આકાર વાળી પણ મીઠી મધુરી! ને જોડી એટલી અજોડ કે કોઈ તોડી ન શકે. એક પરફેક્ટ મેચ અને જીવનભર બસ જલસા! તો ચાલો, આ સાથે, હું મારી કલમને વિરામ આપું છું, મળીશ હું નવા ટોપિક અને નવાં લેખ સાથે ખૂબ જ જલ્દી! ✍️ પૂજા અનિલકુમાર પટેલ (ચીકી) અમદાવાદ

આ પણ વાંચો:- Hu kavita: હું એક કવિતા છું…..

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *