Pariksha Pe Charcha 2024 1

Pariksha Pe Charcha-2024: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘પરીક્ષા પે ચર્ચા-2024’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું

પરીક્ષા પે ચર્ચા-2024(Pariksha Pe Charcha-2024)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘પરીક્ષા પે ચર્ચા-2024’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ અમદાવાદના ઘાટલોડિયામાં આવેલ નૂતન વિદ્યાવિહાર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતેથી નિહાળ્યું

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘પરીક્ષા પે ચર્ચા-2024’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ અમદાવાદની શાળાઓમાં કરવામાં આવ્યું
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા-2024’ ના રાષ્ટ્ર વ્યાપી પ્રસારણ હેઠળ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળાના 500 વિદ્યાર્થીઓ અને 100 શિક્ષકો સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “પરીક્ષા પે ચર્ચા-2024” કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પરીક્ષા અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડ્યું

અમદાવાદ, 29 જાન્યુઆરી: Pariksha Pe Charcha-2024: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા-2024’ કાર્યક્રમ અંતર્ગત દેશના-વિદેશના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘાટલોડિયા ની નૂતન વિદ્યાવિહાર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે આ કાર્યક્રમ નું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 500 વિદ્યાર્થીઓ અને 100 શિક્ષકોની સાથે બેસીને આ પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમ નિહાળવા માં જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશ વિદેશના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વડાપ્રધાનએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Khichadi: ચોખા અને દાળનું સુખદ મિશ્રણ ખોરાક એટલે ખીચડી

પરીક્ષા પે ચર્ચાના જીવંત પ્રસારણને નિહાળવા શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધિ પાની, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, ડેપ્યુટી મેયર જતિનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, કોર્પોરેટર મિનાક્ષીબહેન, કોર્પોરેટર ભાવનાબહેન પટેલ, નૂતન સ્કૂલના ટ્રસ્ટી ચંદુભાઈ આર. પટેલ, નૂતન સ્કૂલના આચાર્ય હેમંતભાઈ પટેલ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો