Money Pension

Removal of Gandhiji’s photo from Indian currency: ભારતીય કરન્સી પર નહીં દેખાય મહાત્મા ગાંધીનો ફોટો ?, રિઝર્વ બેંકે આપ્યું મોટું નિવેદન

Removal of Gandhiji’s photo from Indian currency: ગાંધીજીનો ફોટો બદલવાની વાત તદ્દન પાયાવિહોણી છે તેમ આરબીઆઈએ કહ્યુ

નવી દિલ્હી, 07 જૂનઃ Removal of Gandhiji’s photo from Indian currency: સોશિયલ મીડિયા અને અન્ય અહેવાલોમાં ચલણી નોટો પર ગાંધીજીનો ફોટો બદલવાની વાત તદ્દન પાયાવિહોણી છે તેમ આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોમવારે સ્પષ્ટતા કહ્યું કે અમારી આ પ્રકારની કોઈ યોજના નથી. 

ભારતીય સેન્ટ્રલ બેંકે એક નિવેદનમાં કહ્યું કે મીડિયાના વિવિધ માધ્યમોમાં ફરતા ભારતીય કરન્સી પર મહાત્મા ગાંધીના ફોટો બદલવાના અહેવાલો પાયાવિહોણા છે, અમે તેને ફગાવીએ છીએ.

આ પણ વાંચોઃ Home Remedies for Stomach Cleansing: માત્ર 5 મિનિટમાં પેટ એકદમ સાફ થઈ જશે, અપનાવો આ ઘરેલું ઉપાય

આ પ્રકારની કોઈ યોજના રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા બનાવી નથી, ના હાલ વિચારાધીન છે, તેમ આરબીઆઈએ ઉમેર્યું હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે નાણા મંત્રાલય અને આરબીઆઈ અન્ય અગ્રણી ભારતીયોના ચહેરાનો ઉપયોગ કરવાનું વિચારી રહી હતી. અહેવાલો અનુસાર ગાંધીજીને સ્થાને હવે નવી નોટોમાં રવિન્દ્રનાથ ટાગોર અને એપીજે અબ્દુલ કલામ સહિતના મહાનુભાવોનો ફોટો છાપવામાં આવશે.

આ પણ વાંચોઃ Mango Kheer Recipe: કેરીની સિઝનમાં બનાવો ખાસ કેરીની ખીર, આ રહી રેસીપી

Gujarati banner 01