OPL 3 2022

OPL-3 2022: ગોકુલધામ પ્રિમિયર લીગની જેમ અમદાવાદની ઓર્ચિડ હાઇટ્સ ખાતે OPL-3 યોજાઇ

OPL-3 2022: છેલ્લા ત્રણ વર્ષથી OPLનું થઇ રહ્યુ છે આયોજન

અમદાવાદ, 06 જૂનઃ OPL-3 2022: તાજેતરમાં જ ઇન્ડિયન પ્રિમિયર લીગ પૂર્ણ થઇ છે. જેણે દર્શકોનું ઘણુ મનોરજન કર્યુ છે. આપણે ટીવી પર આવતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં પણ આપણે ગોકુલધામ પ્રિમિયર લીગ જોઇએ છીએ. ત્યારે એવો સવાલ થાય છે કે જો ખરેખર સોસાયટીમાં આ પ્રકારની મેચનું આયોજન કરવામાં આવે તો અલગ જ આનંદ આવે.

અમદાવાદ શહેર ખાતે એપલવુડ ટાઉનશીપમાં આવેલી ઓર્ચિડ હાઇટ્સ સોસાયટી દ્વારા IPL અને GPL જેવી જ OPL એટલે કે ઓર્ચિડ હાઇટ્સ પ્રિમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક વયના લોકોએ પાર્ટ લીધો હતો.

આ ત્રણ દિવસની ઇવેન્ટ હતી. જેમાં મહિલાઓ, પુરુષો અને બાળકોએ પણ ભાગ લીધો હતો. ઓર્ચિડ હાઇટ્સ સોસાયટીના સેક્રેટરી શાલુ દોશીએ આ કાર્યક્રમ વિશે વાત કરતા જણાવ્યું કે, અમે છેલ્લા ત્રણ વર્ષથી OPLનું આયોજન કરી રહ્યાં છીએ. તેમાં સોસાયટી મેમ્બર્સ સહિત બહારના સભ્યો પણ ભાગ લે છે. આ કાર્યક્રમમાં દરેક નાના મોટા દરેક ઉત્સાહથી ભાગ લે છે. જેમાં વિજેતાઓને ટ્રાફી અને મેડલ આપવામાં આવ્યા છે.

વધુમાં શાલુ દોષીએ જણાવ્યું કે, મોટાભાગે આ પ્રકારની ઇવેન્ટમાં કોઇ બહારથી ગેસ્ટ આવે છે, જે વિજેતાને ટ્રોફી આપે છે, પરંતુ અમે બાળકોને તેમના પેરેન્ટ્સ પાસેથી જ ઇનામ અપાવ્યું. તેની પાછળનો ઉદ્દેશ્ય એજ હતો કે, બાળકની જીતમાં માતા-પિતાની ખુશી હોય છે, અને માતા-પિતાથી બાળક માટે વધુ કોઇ ખાસ ન હોઇ શકે. તેથી આ વિચાર કર્યો હતો.

આ પણ વાંચોઃ Public support portal: હવે એક જ પોર્ટલ પર મળશે 13 સરકારી સ્કીમનો લાભ, PM મોદીએ લૉન્ચ કર્યુ જનસમર્થન પોર્ટલ

આ પણ વાંચોઃ Campaign against BJP in Arab countries: ઓમાનના ગ્રાન્ડ મુફ્તીએ અરબ દેશોમાં ભાજપ વિરુદ્ધ શરૂ કર્યું અભિયાન

Gujarati banner 01