donation

ઉપકાર કે પરોપકાર; Thoughts about celebrating in an Anath ashram

Thoughts about celebrating in an Anath ashram:

આપણાંમાંથી કેટલાય એવા લોકો હશે, જે પોતાના જન્મદિવસ કે કોઇ ખાસ અવસર પર અનાથ આશ્રમમાં જઇને ઉજવણી કરવાનુ વિચારતા હોય છે, અને ઉજવે પણ છે. જો કે અનાથ આશ્રમમાં જઇને ઉજવણી કરવાનો વિચાર ઉમદા ખરો પણ યોગ્ય કેટલો. કોઇની લાગણી દૂભાવવાની વાત નથી, પણ વિચારોના ઘોડા દોડે ત્યારે એવી એવી વાતો બતાવી દે છે.

અનાથ આશ્રમમાં ઉજવણી કરવાની વાત સાથે પણ જ્યારે વિચારોના ઘોડા દોડ્યા તો ખ્યાલ આવ્યો કે આપણી ઉજવણી, પણ જે અનાથ આશ્રમમાં જઇને આપણે ઉજવણી કરીએ છીએ ત્યાં રહેતાઅનાથ બાળકો માટે એ ખરેખર ઉજવણી છે.?? કેટલાય દંપત્તિ પોતાના સંતાનની બર્થડે અનાથ આશ્રમમાં ઉજવે છે. સમાજ માટે તેઓ ઉદાહરણ રુપ બની જાય પણ એ અનાથ બાળકોની નજરમાં શું તેઓ ખરેખર ઇજ્જત મેળવે છે. કે તેમના મન પર કોઇ સારી છાપ છોડે છે ખરા? એવી છાપકે જેનાથી એ અનાથ બાળકોને પણ પોતાના જીવનમાં કંઇ કરવાની પ્રેરણાં મળે.

આ કહેવાતા ઉદાહરણ રુપ ઉદાર લોકો એ બાળકોના હાથમાં કેકનો ટુકડો મુકે છે પણ સફળ બનવાના સપનાઓતેમની હથેળી પર આપણે નથી મુકી રહ્યાં, એ વાતનું કોઇને ભાન સુદ્ધાં નહીં હોય. ચલોબીજી રીતે વિચારીએ, તમે તમારા ઘરમાં રહો છો, આખા વીક દરમિયાન શાળા કોલેજ કામ અનેવ્યસ્ત રૂટિન વચ્ચે સન્ડે તમને શાંતિ મળે, થોડી રાહત. પણ જો એ સન્ડે તમારા ઘરમાંમહેમાનો આવી ધમકે. અને પાછી વિવિધ ડિમાંડ સાથે, થોડા નાચ કે દિખાઓ, થોડા હસકેદિખાઓ ટાઇપની ડિમાંડ. તો તમને ગમે કે ગુસ્સો આવે. અનાથ આશ્રમમાં જ્યારે કોઇ બાળકની બર્થડ઼ે ઉજવવામાં આવે છે ત્યારે તેને માટે બાળકો બર્થડે સોંગ ગાઇ, તાળીઓ પાડે, સરસમજાનું ખાવા મળશે એ આશમાં આ બધુ કરે. અને એ એક દિવસ કેક ખાઇને કોઇના ઉપકાર નીચે દબાઇ જાય.

Thoughts about celebrating in an Anath ashram

આવુ વારે વારે થાય તો કદાચ એવુ પણ બને કે એ બાળક નિરાશ થઇ જાય અને પોતાના જીવનની કડવી સ્થિતિને હકીકત તરીકે સ્વીકારી લે. મારુ કોઇ નથી એટલે મને કંઇ મળવાનુ નથી, જે છે એ બહાર વાળાની મહેરબાની પર છે. જો આ વાતને એ પોતાના મનમાં ઠસાવી લેશે તો તમને ખબર છે શું થશે. તો એનુ જીવન ત્યાં જ અટકી જશે. ક્યારેય સફળતા શું હોય, જીવન સાર્થક કેવી રીતે કરવું એ અંગે તે નહીં વિચારે. પણ એના સ્થાને જો તમે તમારા ખાસ દિવસ કે અવસરને તેમની સાથે એવી રીતે ઉજવો કે તેમને પ્રેરણાં મળે તેમને સફળતા અને સિદ્ધિ પ્રાપ્ત કરવાની ખેવના જાગે તો.! તો ખરેખર તમારું પુણ્યનુ ભાથુ ભરાશે.

આપણી શક્તિ હોય તે પ્રમાણે આપણે તેમને રાહ ચીંધી શકીએ. માત્ર તેમને પાર્ટી કરાવવાથી, કેક અને મિષ્ટાન ખવડાવવાથી કે તેમને રમકડાં અથવા નવા કપડાંઓ વહેંચવાથી જ આપણે તેમનુ ભલુ કરીએ છીએ એ માન્યતા ખરેખર કેટલી સાચી. રસ્તો તો એ પણ છે કે તમે તેમને પુસ્તક વહેંચો. તેમને સમય આપો, તેમની સાથે વાત કરો અને જાણો કે એ કુમળામનમાં કેવા વિચારોના બીજ રોપેલા છે. તેમની વાતો જાણીને તમે તેમને રાહ ચીંધી શકો. સફળતા પરિશ્રમથી મળે છે એ સમજાવી શકો. તેની સીમાઓ માત્ર તેનો દ્રષ્ટિકોણ છે એ વાતએ બાળકને સમજાવીને તમે તેને દુનિયાનુ વિશાળ ફલક અને અસીમ તક બતાવી શકો.

અનાથ આશ્રમના નાના આંગણાની બહારની વિશાળ દુનિયામાં તેના અસ્તિત્વને તે સાબિત કરી શકે છે એ વિચારતમે તેના મનમાં રોપી શકો. કારણ કે બાળકની કલ્પનાઓની સીમા નથી હોતી. એટલે જે વિચારનાખશો એ વટવૃક્ષ બનશે અને એ વિચારધારા તેનુ જીવન સુધારી પણ શકે છે. તો માત્ર આપણે તેમને એક દિવસનું ભૌતિક વસ્તુઓનું સુખ આપીને તેમની પર ઉપકાર કરીએ એના કરતાં તેમના જીવનને સુધારવાનુ અને સફળ કરવાનો પરોપકાર કરીએ તો..ઉપકાર કરવાથી સમાજની દ્રષ્ટિએ તમે મહાન બનશો. પણ પરોપકાર કરશો તો કોઇના જીવનમાં ભગવાન બની જશો.

આ પણ વાંચો..About super star Rajesh khanna: “સુપરસ્ટાર”ની આભા આવી એકલતા સર્જી શકે છે!

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *